શ્વાસમાં પણ બોજ છે અસ્તિત્વનો;
તીવ્ર છે, ‘મનહર’ અહીં હોવાનો થાક.
મનહરલાલ ચોક્સી

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! – નિનુ મઝુમદાર

પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો
…….વનેવન ઘૂમ્યો.

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો
…….ઘૂમટો તાણ્યો.

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી
…..આવી દિગનારી.

તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે
…..ફરી દ્વારે દ્વારે.

રાતડીના અંઘકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઈ અભિલાષની સોનલ હૈયે સમણાં ઢોળ્યાં
……સમણાં ઢોળ્યાં.

~ નિનુ મઝુમદાર

મન્નાડેના મર્દાના અવાજમાં આ ગીત સાંભળ્યું તો આપણે સૌએ છે જ, પણ આજે શબ્દોની સુંદરતા જુઓ…….

8 Comments »

 1. M.D.Gandhi, U.S.A. said,

  March 24, 2014 @ 12:53 am

  બહુ સુંદર ગીત છે.

 2. Sharad Shah said,

  March 24, 2014 @ 1:40 am

  સુંદર શબ્દો, રસ તરબોળ થઈ ગયા.

 3. Kalpana said,

  March 24, 2014 @ 5:14 am

  ધરતીને સૂરજ ચુમ્યો અને ધરતીના કણેકણમા ચેતના પ્રગટી. સુન્દર રચના વાચકના મનને તાજગીથી તરબોળ કરતું કાવ્ય. આભાર વિવેકભાઈ.

 4. વિવેક said,

  March 24, 2014 @ 8:27 am

  @ કલ્પનાજી:

  આ રચના ડૉ. તીર્થેશ મહેતાએ પોસ્ટ કરી છે એ આપની જાણ ખાતર…

 5. rajesh patel said,

  March 26, 2014 @ 2:12 am

  સુન્દર રચના મનને તાજગીથી તરબોળ કરતું કાવ્ય. આભાર

 6. Harshad said,

  March 28, 2014 @ 12:55 pm

  Beautiful creation!!

 7. preetam Lakhlani said,

  April 5, 2014 @ 7:54 pm

  પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
  નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી
  …..આવી દિગનારી

 8. Dr. M S Patel said,

  February 27, 2016 @ 6:45 am

  લગભગ બધી જ વેબસાઈટો ઉપર “દોડી આવી દિગનારી” લખેલું જોવા મળે છે
  પરંતુ ધ્યાન થી સાંભળતા “દોડી આવી વીજ નારી” એમ સંભળાય છે – કવિ એ વીજળી ને નારી રૂપ આલી ને સજીવારોપણ અલંકાર કર્યો છે અન્ય વાચકો પ્રતિભાવ આપશે તો આનંદ થશે ….

  ઉપરાંત આખા ગીતનો ભાવ જોઇએતો આકાશમાં એ જ સમયે વીજળી પણ ચમકી એમ કવિ કહેવા માંગતા હોય એવું મારું માનવું છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment