સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
કલાપી

ખૂબ અઘરું છે – મનોજ જોશી

manoj joshi_book

દિવસ ઉથલાવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે,
ને રાતો વાંચતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

ઉપરથી લાગતું સ્હેલું ખરેખર ખૂબ અઘરું છે,
ભીતરથી જાગતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

કોઈ માંગે ને આપો કંઈ એ જુદી વાત છે કિન્તુ
પ્રથમથી આપતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

સમય ધક્કા લગાવે, પૂર્વગ્રહ પગ ખેંચતા કાયમ,
લગોલગ ચાલતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

નિરંતર ચાલવાની ટેવ છે શ્વાસોને, સારું છે;
નહીં તો જીવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

– મનોજ જોશી

જામનગરના તબીબ-કવિમિત્ર મનોજ જોશી જેટલી ધમધોકાર પ્રેક્ટિસ કરે છે એટલા જ શાંતિથી ગઝલ સાધના કરે છે.  સોની દાગીનો ચકાસે એમ જનાબ એક પણ શેર રચનામાં નબળો ન આવી જાય એની બાકાયદા કાળજી રાખે છે. એમની ગઝલ-સંનિષ્ઠતા ઇર્ષ્યા જગાવે એવી છે. મહેફિલમાં સાવ લૉ-પ્રોફાઇલ બેઠા હોય અને પછી એક-એક શેરને તોળી-તોળીને એવી અદાથી રજૂ કરે કે સભા આખી ડોલી ઊઠે.

“ખૂબ અઘરું છે” રદીફ લઈને કવિના હમનામ મનોજ ખંડેરિયાએ પણ એક ગઝલ લખી છે. એ પણ આ સાથે માણવા જેવી છે.

જે શાંતિથી કવિ કવિતા કરે છે એ જ શાંતિથી એમણે પોતાનો ગઝલસંગ્રહ “ભીતરના અવાજો” પ્રકાશિત કરી દીધો. કયા કારણોસર આ સંગ્રહ વિશેની જાણકારી અહીં આપવામાં આટલો વિલંબ થયો એ જણાવવું ખરેખર ખૂબ અઘરું છે

લયસ્તરો તરફથી કવિને “ભીતરના અવાજો” સંગ્રહ માટે અનેકાનેક શુભકામનાઓ…

 

15 Comments »

 1. સુનીલ શાહ said,

  August 16, 2014 @ 2:56 am

  એકેએક દાદૂ શેર સાથે સશક્ત અભિવ્યક્તિ

 2. ABDUL GHAFFAR KODVAVI said,

  August 16, 2014 @ 5:29 am

  ધર્મ થી દુર રેહ્નારને લાગુ પડતી ગઝલ ,
  જે અલ્લાહ ને નથી માનતો તેના માટે બધું
  અઘરું છે ,
  સબદ રચના અને રદીફ (અઘરું )ને બંધ બેસતું બનાવવાની
  મેહનત વખાણવા લયક છે,
  જામનગર ના જામ સાહેબ (ભાગલા પેહલા )ની સેવા વર્તી
  થી કોણ અજાણ છે ,હવે શ્રી મનોજ જોશી ના ભીતર ના આવજો
  વાંચી આ વાત ખાત્રી પૂર્વક કહી શકીએ છીએ કે તે કોઈ ના દુખે
  દુખી થવા વારો મહાન માનવી છે ,એટલેજ તો તે સફર તબીબ છે ,
  અને જે સેવા ભાવી ન હોય તે તબીબ નજ કેહવાય

 3. B said,

  August 16, 2014 @ 7:00 am

  Really it is so beautiful. Any information on the availability of this book will be appreciated.

 4. P P MANKAD said,

  August 16, 2014 @ 12:41 pm

  Aatli saras gazal vanchine prashansa karya vagar rahevun agharun chhe.

 5. Darshana bhatt said,

  August 16, 2014 @ 12:51 pm

  ઉપરથી લાગતું સ્હેલું ખરેખર ખૂબ અઘરું છે,
  ભીતરથી જાગતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

  Wonderfull…

  True…..reminded me …” Hajiye na jage maro aatamram “

 6. Shah Pravinchandra Kasturchand said,

  August 16, 2014 @ 4:42 pm

  પહેલાં ‘મન’મા જન્મ લે;{મનોજ} Take birth in mind.
  પછી જુએ {જો}; Look.
  અને ત્યાર બાદ
  ફરીથી બરોબર ચકાસી જુએ.{ષી} See thorouly.
  આટલી કસરત કરે પછી ગઝલ કેવી ન હોય?
  મારો જવાબ છે કંઈ પણ કહેવાપણું ન હોય.

 7. HARSHAD said,

  August 16, 2014 @ 10:17 pm

  Very nice and heart touching!!

 8. Sudhir Patel said,

  August 16, 2014 @ 11:27 pm

  કવિશ્રીને હાર્દિક અભિનંદન!
  સુધીર પટેલ.

 9. preetam Lakhlani said,

  August 17, 2014 @ 1:28 am

  મનોજ ભઐ, ગઝલ વાચીને ભાવનગમાં સથે ગુજારેલ સાંજ જેટલી જ મારા વ્હાલા મજા આવી ગઈ……….

 10. preetam Lakhlani said,

  August 17, 2014 @ 1:34 am

  આપણો સંતત્વનો દાવો નથી,
  આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે.

  જાતુષ જોશી
  તને બહુ જ યાદ કરુ છું, દામો કુંડે તારી સાથે કાવ્ય્ વાંચન થયુ સાથે વીરૂ પુરોહિત્,મિલિન્દ, મનહરભઐ ત્રિવેદી,કુષ્ણ દવે,અને ગોરાગ ઠાકરને કેમ ભુલાય્…

 11. kanchankumari parmar said,

  August 17, 2014 @ 5:37 am

  નિરન્તર ચાલતા આ હદય ને ચુકવો થડકોય ગમે છે …..હારેલા આ શરિર ને મૈત્રિ કબર નિયે ગમે છે …..

 12. Pravin Shah said,

  August 17, 2014 @ 10:20 am

  ગઝલ-સંનિષ્ઠ કવિને “ભીતરના અવાજો” સંગ્રહ માટે
  અનેકાનેક શુભકામનાઓ…

 13. DEVIKA DHRUVA said,

  August 17, 2014 @ 6:33 pm

  Superb….

 14. perpoto said,

  August 19, 2014 @ 10:38 am

  નિરંતર ચાલવાની ટેવ છે શ્વાસોને, સારું છે;
  નહીં તો જીવતા રહેવું ખરેખર ખૂબ અઘરું છે.

  બેહરાં છતાં
  ભીતરના અવાજો
  સાંભળે બધાં

 15. Dr.Manoj L. Joshi "Mann" ( Jamnagar) said,

  August 27, 2014 @ 7:10 am

  આભાર…વિવેકભાઈ…અને સૌ મિત્રો…હ્રદયપુર્વક આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment