ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
'ઘાયલ' નિભાવવી'તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.
અમૃત 'ઘાયલ'

ગઝલ – વંચિત કુકમાવાલા

દૃશ્ય જેવા દૃશ્યને ફોડી શકે, તો ચાલ તું !
દૂર સન્નાટા સુધી દોડી શકે, તો ચાલ તું !

કોઈ બાળક જેમ આળોટે અકારણ ધૂળમાં,
શ્વાસ તારા એમ રગદોળી શકે, તો ચાલ તું !

વસ્ત્ર પાદર પર ઉતારી નાખવાં તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે, તો ચાલ તું !

મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે, તો ચાલ તું !

અંત ‘વંચિત’ અંત, સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે, તો ચાલ તું !

– વંચિત કુકમાવાલા

બુદ્ધ થયા પછી પણ રાજકુમાર સિદ્ધાર્થ ફરી પોતાના ઘરે ભિક્ષા માટે પધારે છે એ પ્રસંગ સામે રાખીને વસ્ત્ર પાદર પર ઉતારી નાંખવાવાળો શેર ફરી વાંચીએ તો આખો સંદર્ભ બદલાઈ જતો નજરે ચડે છે… આપણો સંપૂર્ણ ત્યાગ પણ હકીકતમાં કેટલો અપૂર્ણ છે એ વિશે કવિએ કેવી સરસ ભાષામાં વાત કરી છે !

6 Comments »

 1. Rina said,

  March 22, 2014 @ 2:10 am

  વસ્ત્ર પાદર પર ઉતારી નાખવાં તો ઠીક છે,
  ઘર, ગલી ને ગામ તરછોડી શકે, તો ચાલ તું !

  મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
  છેક અંદર ચીસને તોડી શકે, તો ચાલ તું !

  Waahhh

 2. perpoto said,

  March 22, 2014 @ 3:45 am

  અંત ‘વંચિત’ અંત, સામે આ ઊભો છે, લે હવે,
  જીવવાની ઘેલછા છોડી શકે, તો ચાલ તું !

  સુંદર કાવ્ય, પણ જ્યારે -અંત- શબ્દ ન રેહતાં અનુભુતિ બને ત્યારે જિવવાની ઘેલછા આપોઆપ ખરી પડે છે છોડવી નથી પડતી,અને ત્યાંજ બુધ્ધના શબ્દો વિષેની કવિની ભ્રમણા ઉઘાડી પડે છે….અને તેથી જ એકાદ બુધ્ધ સદીયોમા થાય છે…

 3. Laxmikant Thakkar said,

  March 22, 2014 @ 4:37 am

  વંચિતભા હાણે આંકે ચોણું ખપે કે, આંકે હકીકતમેં ……કુરો અભિપ્રેત ?
  આંજી અમુક ક્રુતિયું “ચોટદાર” !

  perpoto said:- “અંત- શબ્દ ન રેહતાં અનુભુતિ બને ત્યારે જિવવાની ઘેલછા આપોઆપ ખરી પડે છે છોડવી નથી પડતી,અને ત્યાંજ બુધ્ધના શબ્દો વિષેની કવિની ભ્રમણા ઉઘાડી પડે છે….”….સહી ત આય!

  [ રમણીક સોમેશ્વર જે ઘરે પાણ ભેગા થ્યા વાસીં, ૨૪ નવેમ્બર,૨૦૧૩જે ડીં,11-12 વગેં ,યાદ અચેતો?]
  ======================================
  હર એક આવતી પળ …. ” જીવન્તતા”પૂર્વક પસાર કરવાની સહજ ત્રેવડ કેળવાય તો … તો ….. કામ થૈ જાય !એમ નથી લાગતું?” જીવવાની ઘેલછા” તો કેળવવી …
  કારણકે, એ તો , ” સેલ્ફ ઇવોલ્વિંગ=એવર-ગ્રોઈંગ ” છે જ સહજ છે. …..
  ***
  …..વિપરીત નજરિયો …..

  બંધન ?

  અરે ! હું છૂટતો કેમ નથી?
  આ મને બાંધ્યો કોણે આમ?
  સ્થળથી? સંબંધોથી? કાળથી? … આ પ્રશ્ન છે, તમારા ” અંત” વિશે !….?
  ***
  -લા’ કાંત / ૨૨.૩.૧૪

 4. suresh baxi said,

  March 22, 2014 @ 2:42 pm

  ખુબ સરસ રચના. અન્ત અને આગાઝ તો એક બિજાના પુરક હોઇ આવન જાવન કરે.

 5. Dhaval said,

  March 23, 2014 @ 6:42 pm

  અંત ‘વંચિત’ અંત, સામે આ ઊભો છે, લે હવે,
  જીવવાની ઘેલછા છોડી શકે, તો ચાલ તું !

  સરસ !

 6. Harshad said,

  March 29, 2014 @ 8:40 pm

  સુન્દર રચના. સાથે જ દરેક ભાઇ બહેનના મન્ત્વ્યો પણ ખુબ જ ગમ્યા. કાશ હુ પણ સરસ ગુજરાતી ટાઇપ કરી શક્તો હોત્!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment