તારો ઇશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઇશ્વર.
હરદ્વાર ગોસ્વામી

મારે તમને મળવું છે ! – રિષભ મહેતા

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

ઈશ્કે-મિજાજી પણ હોઈ શકે……ઈશ્કે-હકીકી પણ હોઈ શકે…..દ્રષ્ટિ તેવી સૃષ્ટિ…..

9 Comments »

  1. Rina said,

    March 17, 2014 @ 3:07 AM

    Waaaahhhhhh

  2. perpoto said,

    March 17, 2014 @ 3:28 AM

    ક્યારેક તો ‘હું’ને છોડી દો,
    ‘હું’ છુટી જશે તો કોને મળવાનુ છે…

  3. Manubhai Raval said,

    March 17, 2014 @ 3:42 AM

    જીવનની ઢળતી સાન્જે વ્હાલા મા વધેલી કડવાશ દૂર કરવા અન્તર મનમા થી
    આવેલ અવાજ એટલે આ કવ્ય.
    ધન્યવાદ રીશભાઈ.

  4. Rina said,

    March 17, 2014 @ 5:16 AM

    Vanchine rabindranath tagore nu ‘purono sjei diner kotha’ yaad avi gayu

  5. RASIKBHAI said,

    March 17, 2014 @ 9:39 AM

    ..આફ્લાતુન્…..સુન્દર્…..લાજવબ …..કુર્બાન્.

  6. Suresh Shah said,

    March 17, 2014 @ 11:24 AM

    તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર, ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી; સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
    ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.
    શબ્દોનો આ કેવો મધુર પ્રાસ-અનુપ્રાસ! જળ ખળખળ વહેતું, હોડીને તરતી કરવા, સરસર સરવા, ઝરમર ઝરમર સાદ લઈને, ….
    અંતર્મુખ અભિલાષા ને સુંદર રીતે અઅભિવ્યક્ત કરી છે.
    ખૂબ જ સુંદર. ખૂબ ગમ્યુ.

    – સુરેશ શાહ, સિંગાપોર

  7. Harshad said,

    March 17, 2014 @ 6:35 PM

    કોઇ સપના સાત લૈને મારે તમને મળ્વુ ………..!!! ખૂબજ સુન્દર .

  8. Maheshchandra Naik (Canada) said,

    March 17, 2014 @ 9:49 PM

    મારે તમને મળવુ છે, સરસ વાત લઈ આવતી રચના, કવિ શ્રી રિષભભાઈને અબિનદન્ આપનો આભાર…………………………………..

  9. P.P.Mankad said,

    March 17, 2014 @ 9:50 PM

    Kyarek pushpaguchchh laine mare tamne malvun chhe. Congrats.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment