એક નેમ છે અને એને વિસરવાનું નહીં
બીજી ભણી માથાને વિહાવાનું નહીં
મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં
મરીઝ

ગઝલ – મકરંદ મુસળે

ફરી ક્યાં કંઈ મળાય છે પાછું,
જરી બેસો; જવાય છે પાછું.

ગઝલ જેવું લખાય છે પાછું,
ખરું પાણી મપાય છે પાછું !

તમે બેસી રહો નજર સામે,
આ મન તો ક્યાં ધરાય છે પાછું.

તમારી આંખ સાત કોઠા છે,
ગયા, તો ક્યાં અવાય છે પાછું.

હજી પોતાના ક્યાં થવાયું છે,
કે બીજાના થવાય છે પાછું.

તિરાડો આંખની પુરાઈ ગઈ,
રડું તો ક્યાં રડાય છે પાછું.

– મકરંદ મુસળે

સરળ ભાષા, સીધી વાત અને શાંત જળમાં પથરો પડ્યા પછી ક્યાંય સુધી થયા-વિસ્તર્યા કરતા વમળો જેવી ગઝલ મકરંદ મુસળેની જ હોવાની. આખી જ ગઝલ સંતર્પક પણ મને તો અભિમન્યુના ‘નો એક્ઝિટ’વાળા સાત કોઠા જેવી આંખની વાત ખૂબ ગમી ગઈ…

11 Comments »

  1. કુણાલ said,

    March 14, 2014 @ 2:31 AM

    અદભૂત ગઝલ … ! ખુબ સુંદર…

  2. Rina said,

    March 14, 2014 @ 3:08 AM

    Awesome. ……

  3. perpoto said,

    March 14, 2014 @ 3:17 AM

    સુંદર સરળ ગઝલ

    લખતાં લખાઇ ગયું,ક્યાં લખાય છે પાછું

  4. P.P.Mankad said,

    March 14, 2014 @ 3:49 AM

    Awesome and lovesome !

  5. Nirav said,

    March 14, 2014 @ 4:15 AM

    તિરાડો આંખની પુરાઈ ગઈ,
    રડું તો ક્યાં રડાય છે પાછું. . . . . ” અનહદ અને અદભુત “

  6. Devika Dhruva said,

    March 14, 2014 @ 12:15 PM

    સાદ્યંત સુંદર ગઝલ.

  7. Nilam said,

    March 14, 2014 @ 2:02 PM

    અદ્ભુત ગઝલ…

  8. RASIKBHAI said,

    March 14, 2014 @ 10:09 PM

    સુન્દર ગઝલ ફરિ ફરિ વાચવાનુ મન થાય ચ્હે પાચુ.

  9. ravindra Sankalia said,

    March 15, 2014 @ 3:00 AM

    વાન્ચતા વન્ચાઇ ગયુ પણ વન્ચાય ક્યાછે પાછુ. આવી ગઝલ જ્વલ્લેજ વાન્ચવા મળે.

  10. Harshad said,

    March 15, 2014 @ 9:17 PM

    Beautiful gazal.

  11. lalit trivedi said,

    March 16, 2014 @ 3:29 PM

    સુન્દર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment