વાત મીરાંની બધા કરતા રહ્યા,
એક રાણાની પીડા અકબંધ છે.
– પીયૂષ ચાવડા

ગઝલ – ડૉ. મનોજ એલ. જોશી ‘મન’

તમે તર્કને ખૂબ તાણી શકો છો,
છતાં ક્યાં રહસ્યોને જાણી શકો છો ?

તમે દર્પણેથી જરા બહાર નીકળી,
કદી અન્યનું કંઈ વખાણી શકો છો ?

તમે રોજ ઊઠી કશે ન જવાને,
ખરા છો ! કે ઘોડો પલાણી શકો છો !

તમે ધ્યાન રાખો છો વહેતી પળોનું,
પળેપળને વહેતી શું માણી શકો છો ?

તમે સૌ પ્રથમ તો કરો ખુદને સાબિત,
પછી જે ગમે તે પ્રમાણી શકો છો.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’

એક-એક શેર પર એક-એક યુગ જેટલી સાધના કરનાર ચંદ ગઝલકારોમાં મનોજ જોશી મોખરાના સ્થાને આવે છે. દર્પણવાળો શેર જરા જુઓ… કવિ કહે છે કે તમે દર્પણમાંથી બહાર આવતા જ નથી. અર્થાત્ તમે તમારી પોતાની જાત સિવાય બીજું કશું જોતાં જ નથી ને જોવા તૈયાર પણ નથી… ‘જરા’ બહાર નીકળીએ તો બીજાને જોઈ-વખાણી શકાય ને ? અને વહેતીપળોવાળો શેર તો ગુજરાતી ગઝલમાં અજરામર થવા સર્જાયો છે… વહી જતી જિંદગીનું ધ્યાન રાખવામાં ને રાખવામાં આપણે ક્યાંક જિંદગીને માણવાનું જ તો ચૂકી નથી જતા ને?

ગઝલના દરેક શેર ‘તમે’થી શરૂ થઈ ‘શકો છો’ પર પૂરા થાય ત્યારે એમ માનવાનું મન થાય કે આ ગઝલમાં માથે-પૂંછડે બબ્બે રદીફ છે.

14 Comments »

  1. B said,

    March 8, 2014 @ 3:32 AM

    The whole ghazal is very nice. Thanks.

  2. dr.ketan karia said,

    March 8, 2014 @ 3:40 AM

    ડૉ.ફિરદૌસ દેખૈયાએ સંગીતબ્દ્ધ પણ ખૂબ જ ઉમદા કરી છે… મનોજભાઇ જામનગરના જ હોવાથી આવી અનેક ગઝલો સ્વપઠ્નમાં માણી શક્યાનો આનંદ

  3. perpoto said,

    March 8, 2014 @ 4:35 AM

    દર્પણ એ કન્ડીશનીંગ છે.

    તમે ધ્યાન રાખો છો વહેતી પળોનું,
    પળેપળને વહેતી શું માણી શકો છો ?
    સુંદર પંક્તિઓ…

    વેહતી પળોને માણવા માટે અવેરનેસ જોઇએ,માત્ર શબ્દોથી કશું ન વળે.

  4. urvashi parekh said,

    March 8, 2014 @ 7:32 AM

    ખુબ જ સરસ રચના.

  5. Manubhai Raval said,

    March 8, 2014 @ 12:34 PM

    તમે ધ્યાન રાખો છો વહેતી પળોનું,
    પળેપળને વહેતી શું માણી શકો છો ?
    બહોત ખુબ ક્યા બાત હૈ

  6. Maheshchandra Naik (Canada) said,

    March 8, 2014 @ 1:40 PM

    તમે ધ્યાન રાખો છો વહેતી પળોનુ,
    પળે પળ્ને વહેતી શું માણી શકો છો?
    આ વહેતી પળને માણવાની વાત જ કવિહ્દ્દ્યની સ્વેદના વ્યક્ત કરે છે…………………

  7. bhupendra said,

    March 8, 2014 @ 10:52 PM

    વાહ…. તમે ધ્યાન રાખો છો વહેતી પળોનુ,
    પળે પળ્ને વહેતી શું માણી શકો છો?

  8. Sureshkumar G. Vithalani said,

    March 9, 2014 @ 8:31 AM

    AN EXCELLENT GAZAL, INDEED ! CONGRATULATIONS TO Dr. MANOJ JOSHI. THANKS TO YOU.

  9. Dr.Manoj L. Joshi "Mann" ( Jamnagar) said,

    March 9, 2014 @ 12:42 PM

    સૌ મિત્રો…. અને વિવેકભાઈ….ખુબ ખુબ આભાર…..

  10. હેમંત પુણેકર said,

    March 10, 2014 @ 3:44 AM

    સુંદર ગઝલ!

  11. Harshad said,

    March 11, 2014 @ 8:15 PM

    Really beautiful and meaningful Gazal!!!!

  12. ડૉ.મહેશ રાવલ said,

    March 13, 2014 @ 12:28 AM

    વાહ મનોજભાઈ…
    સરસ અને સશક્ત ગઝલ.
    -અભિનંદન.

  13. jigar joshi prem said,

    March 13, 2014 @ 6:32 AM

    બહુ જ સુંદર ગઝલ છે….અભિનંદન

  14. smita parkar said,

    March 13, 2014 @ 7:33 AM

    વાહ ખુબ સુન્દર ગઝલ ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment