એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.
વજેસિંહ પારગી

ગઝલ -મેહુલ પટેલ ‘ઈશ’

સાચો યા ખોટો જોઈએ
ઈશ્વરનો ફોટો જોઈએ !

આખો સમુદ્ર શું કરું ?
અડધો જ લોટો જોઈએ

કેવી રીતે અરીસામાં-
પીઠનો લિસોટો જોઈએ ?

ચાલે પ્રભુનું સ્વર્ગમાં,
અહિયાં તો નોટો જોઈએ

ફૂલોને સ્પર્શવા નહિ,
શ્વાસોથી બોટો, જોઈએ

જૂનો સબંધ તોડવા,
ઝગડોય મોટો જોઈએ

– મેહુલ પટેલ ‘ઈશ’

ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરીને આગળ આવતા કવિઓમાં સુરતના મેહુલ પટેલ સરસ આશા અને અપેક્ષા જન્માવે છે. પ્રસ્તુત ગઝલના બધા જ શેર આસ્વાદ્ય છે પણ પીઠનો લિસોટો જોવાની વાત અને ફૂલોને શ્વાસથી બોટવાનું સાવ જ અનુઠું કલ્પન કવિમાં રહેલી શક્યતાઓનો સાક્ષાત્કાર કરાવે છે…

19 Comments »

 1. mehul said,

  March 6, 2014 @ 1:13 am

  આભાર વિવેક ભાઈ ! ….માત્ર ઈન્ટરનેટ જ નહિ પણ આપ જેવા કવિઓનું માર્ગદર્શન પણ મારા માટે એટલુજ ફળદાયી નીવડ્યું છે

 2. dr.ketan karia said,

  March 6, 2014 @ 2:44 am

  બહુ જ મજાની ગઝલ… ગઝલિયત પણ.

 3. B said,

  March 6, 2014 @ 3:10 am

  Simple and effective ghazal. At the same time your comment also shows u r humble. God bless you. Keep it up.

 4. rekha said,

  March 6, 2014 @ 4:19 am

  સુન્દર ……

 5. P.P.Mankad said,

  March 6, 2014 @ 5:27 am

  Wah, Wah ! Very convincing ghazal, indeed.

 6. Ashok Vavadiya said,

  March 6, 2014 @ 6:43 am

  very very Nice Rachana

 7. perpoto said,

  March 6, 2014 @ 7:18 am

  વાહ

  ફૂલોને સ્પર્શવા નહિ,
  શ્વાસોથી બોટો, જોઈએ

 8. ravindra Sankalia said,

  March 6, 2014 @ 7:25 am

  અહિન્યા તો નોટો જોઇએ અને ઝ્ઘડો યે મોટો જોઈયે આ બે પન્ક્તિ બહુ ગમી.

 9. vipul said,

  March 6, 2014 @ 7:52 am

  wah mehul ekdum mast gazal

 10. RASIKBHAI said,

  March 6, 2014 @ 9:11 am

  નાનો ઝગદો પુરતો ચ્હે સબન્ધ તોદવા માતે. શબ્દો નિ કરકસર ગમિ. .બહોત ખુબ મેહુલ્ભૈ.

 11. સુનીલ શાહ said,

  March 6, 2014 @ 11:21 am

  ટૂંકા સમયમાં, ટૂંકી બહેરમાં મોટી છલાંગ…અભિનંદન મેહુલભાઈ.

 12. Yogesh Shukla said,

  March 6, 2014 @ 3:07 pm

  સુન્દર રચના ………

  સંબંધ જોડવા માટે ,
  મધ્યસ્થી પણ મોટો જોઈએ

 13. Sudhir Patel said,

  March 6, 2014 @ 6:54 pm

  ખૂબ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 14. jahnvi antani said,

  March 6, 2014 @ 10:39 pm

  સાચો યા ખોટો જોઈએ
  ઈશ્વરનો ફોટો જોઈએ !

  ચાલે પ્રભુનું સ્વર્ગમાં,
  અહિયાં તો નોટો જોઈએ… સુન્દર રચના

 15. Harikrishna said,

  March 9, 2014 @ 3:01 am

  ખુબ જ સુન્દેર ગઝલ ધન્યવાદ મેહુલ્ ભાઈ

 16. Sureshkumar G. Vithalani said,

  March 9, 2014 @ 8:38 am

  A VERY GOOD GAZAL. SHRI MEHUL PATEL IS CERTAINLY GOING TO GIVE MANY MORE GAZALS WHICH WILL STANDOUT AND WILL BE ACCLAIMED BY GUJARATI GAZAL LOVERS. BEST WISHES TO HIM.

 17. Harshad said,

  March 11, 2014 @ 8:29 pm

  Mahubhai, very nice. Keep it up.

 18. Gahan Munjani said,

  March 20, 2014 @ 3:10 am

  સરસ ખુબ જ સુંદર…

 19. kiran said,

  June 11, 2014 @ 6:29 am

  ચાલે પ્રભુનું સ્વર્ગમાં,
  અહિયાં તો નોટો જોઈએ

  બહુજ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment