જેવી સ્થિતિમાં તમે છોડી ગયાં
આજ પણ એવાં અને એવાં છીએ !
ભરત વિંઝુડા

ગઝલ – ગૌરાંગ ઠાકર

સમેટું મને કે બધે વિસ્તરું?
તને પામવા તું કહે તે કરું.

આ પાણીમાં ડૂબી ગયો છે પવન,
કહો, સૂર્યકિરણોથી જળ ખોતરું?

હો કીર્તિ તમારી કે હો આબરૂ,
હવાના હમાલો કરે તે ખરું.

દીવાલોની દાદાગીરી બહુ વધી,
ગયું જ્યારથી ઘર મૂકી છાપરું.

બગીચાના માળીની ગઈ નોકરી,
હવે પાનખરને નહીં છાવરું.

હું વરસાદનો કોઈ છાંટો નથી,
તું છત્રીમાં હો.. તે છતાં છેતરું.

– ગૌરાંગ ઠાકર

મજાની ગઝલ.. બધા જ શેર ગમી જાય એવા… સરળ ભાષા અને સહજ કલ્પનોની મદદથી ઉપસી આવતાં અનૂઠા શબ્દચિત્રો… આખરી શેર તો વાહ વાહ વાહ કરાવી જાય એવો છે…

9 Comments »

 1. Ashok Vavadiya said,

  February 15, 2014 @ 3:19 am

  સુંદર રચના

 2. Mehul Bhatt said,

  February 15, 2014 @ 3:48 am

  superb gazal…

 3. narendrasinh said,

  February 15, 2014 @ 4:23 am

  સમેટું મને કે બધે વિસ્તરું?
  તને પામવા તું કહે તે કરું.
  ખુબ સુન્દર

 4. Gaurang Thaker said,

  February 15, 2014 @ 5:20 am

  આભાર વિવેકભાઈ અને મિત્રોનો…

 5. Manubhai Raval said,

  February 15, 2014 @ 5:33 am

  દીવાલોની દાદાગીરી બહુ વધી,
  ગયું જ્યારથી ઘર મૂકી છાપરું

  હું વરસાદનો કોઈ છાંટો નથી,
  તું છત્રીમાં હો.. તે છતાં છેતરું..

  ખુબ સુન્દર રચના

 6. Harshad said,

  February 15, 2014 @ 10:01 am

  Thank You Gaurang for this awesome Gazal and thank you Vivekbhai to bring this type of beautiful
  creation every time.

 7. Dhaval Shah said,

  February 15, 2014 @ 11:41 am

  દીવાલોની દાદાગીરી બહુ વધી,
  ગયું જ્યારથી ઘર મૂકી છાપરું.

  -સરસ !

 8. Yogesh Shukla said,

  March 2, 2014 @ 9:18 am

  ગૌરાંગભાઈ તમારી ભપકાદાર ગઝલ વાંચવાને ,
  હું કેમ કરી લયસ્તરો ને વિસરુ ………………….

 9. jigar joshi said,

  March 21, 2014 @ 2:57 am

  bahu j umdaa ghazal chhe. gujarati bhashana gharena samaan kavine shubhkaamnaao….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment