સૌ પ્રથમ તો ક્યાં જવું છે, એટલું નક્કી કરો,
બસ પછી નક્કી કર્યું છે, એટલું નક્કી કરો.

આમ તો બેઠા રહીયે તો ય ચાલે જિંદગી,
ક્યાં સુધી આ બેસવું છે, એટલું નક્કી કરો?
– ગૌરાંગ ઠાકર

ખામોશ ઊભો છું ! – વંચિત કુકમાવાલા

ફરી એકાદ ઊંડો શ્વાસ લઈ ખામોશ ઊભો છું;
તડપતા હોઠ વચ્ચે પ્યાસ લઈ ખામોશ ઊભો છું !

તમે નક્કી ફરી મળશો, મને છે ખાતરી તેથી –
નવેસરથી જૂનો વિશ્વાસ લઈ ખામોશ ઊભો છું !

તમે જે રાહથી નીકળ્યા હતા વરસાદમાં છેલ્લે,
ધરા પર ત્યાં ઊગેલું ઘાસ લઈ ખામોશ ઊભો છું !

ઢળેલી સાંજનું પીછું ખરેલું હાથમાં લઈને,
ઊભો છું, આંખમાં આકાશ લઈ ખામોશ ઊભો છું !

અધૂરું નામ, સરનામું, ગલી ને ગામ આ ‘વંચિત’,
અધૂરો આપણો ઇતિહાસ લઈ ખામોશ ઊભો છું !

– વંચિત કુકમાવાલા

ગઈકાલે આપણે હરિહર જોશીની “હજી હમણાંજ બેઠો છું” ગઝલ માણી. આજે ખામોશ ઊભા રહેવાની વાતવાળી આ ગઝલ માણીએ.  ખામોશી પોતે સ્થિરતા સૂચવે છે અને ઊભા રહેવાની વાત આ સ્થિરતાને જાણે ‘ગતિ’ આપે છે…

7 Comments »

  1. Rina said,

    February 21, 2014 @ 1:08 AM

    Waaahhh

  2. narendrasinh said,

    February 21, 2014 @ 3:13 AM

    અધૂરું નામ, સરનામું, ગલી ને ગામ આ ‘વંચિત’,
    અધૂરો આપણો ઇતિહાસ લઈ ખામોશ ઊભો છું !વાહ વાહ્

  3. મીના છેડા said,

    February 21, 2014 @ 3:40 AM

    સરસ !!!

  4. neha said,

    February 21, 2014 @ 6:30 AM

    નવેસરથી જુનો વિશ્વાસ લઈ ખામોશ ઊભો છુ…. વાહ!

  5. Maheshchandra Naik (Canada) said,

    February 21, 2014 @ 2:45 PM

    સરસ વાત્, ખામોશ ઉભા રહેવાનુ અનુભવ ખબર ના પડે, કવિશ્રીને અભૈનદન્ અને આપ્નો આભાર્………………………

  6. Harshad said,

    February 22, 2014 @ 3:30 PM

    Beautiful gazal.

  7. lalit trivedi said,

    February 23, 2014 @ 10:43 AM

    વાહ !સુન્ર્દર ગઝલ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment