સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.
વિવેક મનહર ટેલર

હજી હમણાં જ બેઠો છું – હરિહર જોશી

કોઈની વાટ નીરખતો હજી હમણાં જ બેઠો છું
અધૂરું ગીત ગણગણતો હજી હમણાં જ બેઠો છું

હતાં ચોમેર મારાં બિંબ દર્પણના નગર વચ્ચે
ડરીને ભીડમાં ભળતો હજી હમણાં જ બેઠો છું

ખબરઅંતર ખરેલાં પાનનાં પૂછી: દિલાસા દઈ
ઈરાદા મોસમી કળતો હજી હમણાં જ બેઠો છું

અજાણ્યા માર્ગમાં મળશે બીજો પંથી એ આશામાં
હું રસ્તે આંખ પાથરતો હજી હમણાં જ બેઠો છું

મુઢ્ઢીભર આગિયા સાથે હતા અજવાળવા રસ્તો
તમસમાં ખુદ ઝળહળતો હજી હમણાં જ બેઠો છું

– હરિહર જોશી

એક માત્ર “હજી” શબ્દ જ આખી ગઝલની ફ્લેવર બદલી નાંખે છે…

11 Comments »

  1. nehal said,

    February 20, 2014 @ 3:33 AM

    Vaah. ….!

  2. Mehul A. Bhatt said,

    February 20, 2014 @ 3:56 AM

    હતાં ચોમેર મારાં બિંબ દર્પણના નગર વચ્ચે
    ડરીને ભીડમાં ભળતો હજી હમણાં જ બેઠો છ
    aa sher khoob gamyo….

  3. Maheshchandra Naik (Canada) said,

    February 20, 2014 @ 11:35 AM

    તમસમા ખુદ ઝળહળત હજી હમણાં જ બેઠો છુ,
    સરસ ભાવ વ્યક્ત કર્યો છે,,,,,,
    કવિશ્રીને અભિનદન અને આપનો આભાર્……………………………..

  4. Joy Christian said,

    February 20, 2014 @ 6:54 PM

    અતિ સુદર્

  5. Joy Christian said,

    February 20, 2014 @ 6:58 PM

    Though it starts with a feeling that the person is just sitting of the sojourn but the finality reveals that he has spent the whole life in giving light to others. A :Divine Being! Superb.

  6. Harshad said,

    February 22, 2014 @ 3:38 PM

    Really very nice!! Enjoyed Gazal and enjoyed feelings too!!

  7. Dinesh Pandya said,

    March 2, 2014 @ 9:31 AM

    કવિતા પાસેથી કાવ્યાનંદ સિવાયની બીજી કોઈ અપેક્ષા વિના શબ્દ ઉપાસના કરતા
    કવિની એક સુંદર રચના!
    કવિનું ખરું નામ હરહિર નહિ હરિહર જોશી હતું – હતું એટલે કે મૃદુભાષી અને પ્રેમાળ
    વ્યક્તિત્વ ધરાવતા કવિ હરિહર જોશીનું તા.૫ મી ડિસેંબર ૨૦૧૩ના દિવસે હ્રદયરોગના
    હુમલાને કારણે દુઃખદ અવસાન થયું.
    કવિતાના જુદા જુદા પ્રકારોમાં રચનાઓ આપનારા કવિ હરિહર જોશી ગીતકવી તરીકે
    જાણીતા રહ્યા.
    કવિએ ‘એનું સરનામું’ (૧૯૯૬) અને ‘મુઠ્ઠીભર આગિયા’ (૨૦૧૦) એમ બે કાવ્યસંગ્રહો
    આપ્યા.
    ‘કવિતા’, ‘કુમાર’, ‘નવનીત સમર્પણ’ તથા અન્ય ગુજરાતી સાહિત્ય પ્રકાશનોમાં તેમની
    રચનાઓ સ્થાન પામી છે.

    ‘મુઢ્ઢીભર આગિયા’ સાથે હતા અજવાળવા રસ્તો
    તમસમાં ખુદ ઝળહળતો હજી હમણાં જ બેઠો છું

    કવિની આવી સુંદર ગઝલને અહીં સ્થાન આપવા બદલ અભિનંદન અને આભાર!

    દિનેશ પંડ્યા
    ઘાટકોપર, મુંબઈ.

  8. Sureshkumar G. Vithalani said,

    March 9, 2014 @ 9:00 AM

    A VERY GOOD GAZAL. IT IS SAD TO KNOW THAT SHRI HARIHAR JOSHI IS NO MORE. WHEN A POET DIES SOMETHING IN US, TOO DIES. MAY HIS SOUL REST IN PEACE. MY HEARTY CONDOLENCE TO THE FAMILY OF THE DEPARTED SOUL.

  9. હર્ષિકેશ હરિહર જોશી said,

    July 10, 2019 @ 1:31 PM

    દિનેશ uncle, really miss Papa ….એમના દીકરા તરીકે હંમેશા તેમના કાવ્યોનો પ્રથમ શ્રોતા રહ્યો છું.
    તમામ સર્વે નો ખુબ ખુબ આભાર…

  10. વિવેક said,

    July 12, 2019 @ 8:08 AM

    ઋષિકેશભાઈ…

    અમારી વેબસાઇટ પર કવિપુત્રનું આગમન અમારા માટે ગર્વની વાત છે. આભાર.

  11. Harshikesh JOSHI said,

    April 24, 2020 @ 8:40 AM

    વિવેક ભાઈ , ખુબ આભાર , ઉત્તર ના વિલંબ માટે માફી ચાહું છું

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment