જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી

બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
વેણીભાઈ પુરોહિત

ગઝલ – ચંદ્રેશ મકવાણા

અઘરું છે ખૂબ જીવવું અન્યોથી ડરતાં ડરતાં
સમજી શીખી રહ્યો છું અન્યોને માફ કરતાં

ફંફોસવા પડે છે અઢળક અજાણ ખૂણા
તકલીફ તો પડે ને પરપિંડમાં ઉતરતાં

ઊડવાની બાધા લૈને બેઠું પતંગિયું તો
જોવા છે એને વટથી ફૂલોને હરતાં ફરતાં

મારા વિના બિચારા આ સૂર્યનું થશે શું
બસ એટલું કહેલું તડકાએ મરતા મરતા

ફેંકી દીધું ને અંતે દરિયે દગો કરીને !
બોલ્યું રડીને મોજું પથ્થરને બાથ ભરતા

આ પાનખર ભલે ને તૂટીને થાય ત્રણ પણ
એનાથી મૂળસોતા વૃક્ષો નથી જ ખરતાં

– ચંદ્રેશ મકવાણા

મજાની ગઝલ… તૂટીને ત્રણ થવાની અભિવ્યક્તિ મને ન સમજાઈ… કોઈ મદદ કરશે ?

9 Comments »

  1. gunvant thakkar said,

    April 10, 2014 @ 2:44 AM

    સુંદર ગઝલ . વિવેક ભાઈ આ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માં વપરાતી તળપદી ભાષા છે એનો અર્થ .. થાય તે કરી લેવું ..એવો કરી શકાય . સુરતીઓ પણ …તોડી લેજે જા ..અથવા તો તોડી ને ભારા બાંધી લેજે જા …એવા શબ્દો પ્રયોજતા જ હોય છે.

  2. dilip ghaswala said,

    April 10, 2014 @ 3:42 AM

    બહુ જ સરસ ગઝલ

  3. perpoto said,

    April 10, 2014 @ 7:15 AM

    અઘરું છે ખૂબ જીવવું અન્યોથી ડરતાં ડરતાં
    સમજી શીખી રહ્યો છું અન્યોને માફ કરતાં

    ખરી વાત હશે….અન્યોને માફ કરવાં ..ખુબ નિર્ભયતા કેળવવી પડે…

  4. yogesh shukla said,

    April 10, 2014 @ 10:04 AM

    મને લાગે છે ઋતુ ત્રણ હોય છે ,શિયાળો -ઉનાળો -ચોમાસું ,
    ત્રણે ઋતુ ને ધ્યાન માં લઈને કવિ કહે છે કે પાનખર ઋતુ
    વૃક્ષો ને ઉખાડી નથી શકતા ,…..( ભૂલચૂક માફ )

  5. સુનીલ શાહ said,

    April 10, 2014 @ 11:10 AM

    મઝાની ગઝલ…

  6. maganlal.patel said,

    April 10, 2014 @ 2:35 PM

    આખિ ગઝલ ખુબ ધ્યન્થિ વન્ચો આત્લે ખબર પદિ જશે.
    તુતિને ત્રન થવુ આતલે ઝાલાવાદમા વપ્રાતો શબ્દ ઉખાદિ લેજે.

  7. Maheshchandra Naik (Canada) said,

    April 10, 2014 @ 7:18 PM

    થાય તે કરી લેજે એવુ કહીને કવ નિર્ભયતાની સરસ રજુઆત કરી જાય છે….

  8. Harshad said,

    April 10, 2014 @ 9:00 PM

    This gona be in my one more best gazal list. I realy enjoyed this gazal.
    Tooti ne tran thavani vaat. Pankhar game etla pachhada mare tehi vriksh kai
    mul sahit ukhdi nathi jata. jivan ma sanjogo pankhar thaine aave tethi manase tooti
    javu jaroori nathi.

  9. Mehul A. Bhatt said,

    April 10, 2014 @ 10:47 PM

    સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment