નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
ગની દહીંવાલા

રૂમાલ – રમેશ પારેખ

એક છોકરીના હાથથી રૂમાલ પડે
એ લેવા આખુંય ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીચે.

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે,
એ બાબત પર ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઇ ગયા ધરમી.

કારણ કે મંદિરે જાય છોકરી તો
લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
ગંભીરતામાં પડી ગયો ગોબો.
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે
કે જરા મોઢાઓ માંજો ને શોભો.

કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી
એકલી બેસીને રોજ હીંચે.

-રમેશ પારેખ

શું જોરદાર વાત છે !!!!

9 Comments »

 1. ધવલ said,

  January 20, 2014 @ 6:05 pm

  ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
  ગંભીરતામાં પડી ગયો ગોબો.
  સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે
  કે જરા મોઢાઓ માંજો ને શોભો.

  – સરસ !

 2. વિવેક said,

  January 21, 2014 @ 1:00 am

  શ્યામલ-સૌમિલના સ્વરાંકનમાં આ ગીત સાંભળવું એય એક લહાવો છે…

 3. perpoto said,

  January 21, 2014 @ 4:25 am

  શોભિત દેસાઇએ ર.પા. ને અપાર અમસ્તા નહીં કહ્યાં હોય….

 4. haresh mavani said,

  January 21, 2014 @ 10:01 am

  Excellent……..One More PLzzzzz……..

 5. Maheshchandra Naik (Canada) said,

  January 21, 2014 @ 3:21 pm

  સરસ રચના, સગીતમય રચના બહુ આનદ આપી જાય છે, આભાર……………….

 6. Harshad said,

  January 23, 2014 @ 8:22 pm

  સુન્દર !!

 7. yogesh shukla said,

  January 25, 2014 @ 6:20 am

  સુંદર રચના ,

  એક છોકરી ના હાથમાંથી રૂમાલ પડે ,
  તેને લેવા આખું ગામ નીચે વળે,
  ” આભાર ” શબ્દ સાંભળવા
  યુવાન એનો કાન પોહ્ળો કરે, ……….

 8. vipul mangroliya said,

  January 30, 2014 @ 7:13 am

  વાહ એકદમ સુંદર

 9. રો'ત said,

  January 22, 2015 @ 4:24 am

  પ્રેમએ મારી જિંદગી છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment