રણ તો કહેશે : કેટલાં હરણાં ઢળી પડ્યાં !
સપનાં ડૂબ્યાં છે કેટલાં તે ઝાંઝવાને પૂછ
મનોજ ખંડેરિયા

તારા ગયા પછી – અશ્વિની બાપટ

તારા ગયા પછી
તારી સાથે કરેલી વાતો
મેં કદી સમયને સોપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠેકઠેકાણે
પુરાણા વારસા સાથે
નવી ઈમારતોથી
ભરાતા રહેલા આ શહેરમાં
મન ટેકવવાની જગ્યાઓ

સમુદ્ધ ઊઠળી ઊછળીને
સાક્ષી પુરાવે છે
અને જ્યાં આપણે બેસતા
એ કાળમીંઢ પથ્થર પર
સમયનું કશું ચાલતુ નથી.
તારી સાથે વીતેલી સાંજ
મેં કદી ઢળતા સૂરજને આપી નથી
એટલે જ તો
મને મળી આવે છે
ઠંડી હવા વચ્ચેથી
તારા ઉષ્ણ ઉચ્છવાસ

તારી સાથે ચાલતી
એ રસ્તાને મેં કદી
મુકામને હવાલે કર્યો નથી
એટલે જ તો…

6 Comments »

  1. Rina said,

    January 19, 2014 @ 3:06 AM

    એટલે જ તો…………beautiful

  2. M.D.Gandhi, U.S.A. said,

    January 19, 2014 @ 3:12 AM

    સુંદર કવિતા છે

  3. perpoto said,

    January 19, 2014 @ 3:47 AM

    સરસ કવિતા

    એટલે જ તો
    પાનખરે ઉગી છે
    રાતે ચાંદની

  4. Rajendra karnik said,

    January 19, 2014 @ 9:23 AM

    પ્રેમ કરી જતા રહેવું એ સ્ત્રી સ્વભાવને કારણે જ હ્રુદયમાંથી આવા સુંદર શબ્દો નીકેળે છે.
    વાહ વાહ. અને જેને અર્પણ થયા હોય તેનું પરમાત્મા ભલું કરે.

  5. urvashi parekh said,

    January 19, 2014 @ 11:46 AM

    ati sundar ane saras rachna. etlej to thay chhe vanchya j karu.

  6. Harshad said,

    January 24, 2014 @ 8:19 PM

    સુન્દર . સરસ મઝાનુ કાવ્ય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment