પલાંઠી ચુસ્ત વાળીને કરે છે ધ્યાન મારામાં,
સ્મરણનાં જોગણી-જોગંદરો સૂવા નથી દેતાં.
-પારુલ ખખ્ખર

આભ અમને ઓળખાયું – ડૉ.નીરજ મહેતા

પછી એવું થયું કે યાદમાં ધુમ્મસ છવાયું પણ
પછી એવું થયું કે એમને ભૂલી જવાયું પણ

પછી એવું થયું ગુલમ્હોરના છાંયા ભૂંસાયા ‘ને
પછી એવું થયું ખુદથી કશે ઊગી જવાયું પણ

પછી એવું થયું કે કંઠમાં જઈ મોર બેઠેલા
પછી એવું થયું કે આવડ્યું એવું ગવાયું પણ

પછી એવું થયું મધરાત એવી મેઘલી આવી
પછી એવું થયું કે મન થયું સાજું, ઘવાયું પણ

પછી એવું થયું એક સ્મિત ઊગ્યું સાત રંગોનું
પછી એવું થયું કે આભ અમને ઓળખાયું પણ

– ડૉ.નીરજ મહેતા

પછી એવું થયું કે વ્હૉટ્સએપ પર મિલિન્દ ગઢવીનો સંદેશો આ ગઝલ સાથે આવ્યો જેમાં એણે કહ્યું, “આ રચના લયસ્તરો પર હોવી જોઈએ કેમકે પેટર્નની દૃષ્ટિએ તો સારી છે જ પણ જે સરળતા ઉતરી આવી છે એ સરળ નથી. અને ‘મોર’વાળો શેર તો OMG (ઑહ માય ગૉડ) થયો છે. તમે જુઓ કે ‘આવડ્યું એવું ગવાયું’માં જે નિખાલસતા અને સહજતા આવી છે એ ગઝલની ભાષામાં બહુ ઓછી જોવા મળે છે. કંઠમાં મોર બેઠેલા જેવું એક સ્ટ્રૉંગ વિધાન અને પછીની જે ડાઉન-ટુ-અર્થ અભિવ્યક્તિ! આને કહેવાય, મારી નાઇખા“.

7 Comments »

  1. perpoto said,

    January 3, 2014 @ 10:16 AM

    વાહ અદ્ભુત ગઝલ..કવિશ્રીને સલામ..

    સ્વપ્નો છે પણ
    પછી એવું થયું કે
    શ્વાસો સંતાયા

    આ હાયકુ કવિને અર્પણ

  2. jahnvi antani said,

    January 4, 2014 @ 5:32 AM

    યેસ્સ્સ્સ્ its really mari naikha…. પછી એવું થયું એક સ્મિત ઊગ્યું સાત રંગોનું
    પછી એવું થયું કે આભ અમને ઓળખાયું પણ

  3. smita parkar said,

    January 4, 2014 @ 10:50 AM

    પછી એવું થયું એક સ્મિત ઊગ્યું સાત રંગોનું
    પછી એવું થયું કે આભ અમને ઓળખાયું પણ……….એક્દમ સુપર્બ ….રચના પણ…ઃ)

  4. mahesh dalal said,

    January 8, 2014 @ 9:36 PM

    પ્…..વુ થયુ ક વાહ વાહ કહેવૈ ગયુ. સરસ્

  5. Kalpesh Ruparelia said,

    January 11, 2014 @ 9:40 PM

    ખુબ સરસ, નિરજ ભાઈ..

  6. lalit trivedi said,

    January 14, 2014 @ 11:33 AM

    એ હાચેહાચ મારેી જ નાયખા,

  7. C C NIRMAL - LIMBDI said,

    January 22, 2014 @ 6:20 AM

    પછી એવું થયું કે નિરજ, ચન્દ્ર્થી ૫ણ્ વાહ કહેવાઇ ગયુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment