ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.
મુકુલ ચોકસી

માટી મૂંછાળો મળે – વિવેક મનહર ટેલર

હોય મારો દાખલો ને તું મથે, તાળો મળે,
શક્યતા પૂરી છે ત્યાં સરવાળે ગોટાળો મળે.

મધ્યમાં જે શાંત છે, કાંઠે એ ફીણાળો મળે,
વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે !

પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.

આજે જે ડાળે હો જામી ભીડ ટહુકાઓની ત્યાં,
શક્ય છે ત્યાં કાલે ના માળો, ના ગરમાળો મળે.

રાહ નીરખે છે સદીઓની નપુંસક ફિતરતો,
આ સદીને ક્યારે એનો માટી મૂંછાળો મળે ?

શક્યતાઓ શ્રાપ પામી વાંઝણી હોવાનો જ્યાં,
એ જ મારા ઘરમાં ઈચ્છાઓ બચરવાળો મળે.

ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

– વિવેક મનહર ટેલર

લયસ્તરો પર આજે આ કવિમહાશયનાં જન્મદિવસે મારા તરફથી એમની જ એક રચના. છેલ્લો શેર તો મારો એકદમ ફેવરીટ શેર છે… 🙂

19 Comments »

  1. Pinki said,

    March 17, 2008 @ 1:08 AM

    ઊર્મિ,
    nice selection… !

    Happy Birthday to Vivekbhai,
    Many Many Happy Returns of the Day…..

  2. shaileshpandya BHINASH said,

    March 17, 2008 @ 2:39 AM

    Happy birthday…………..dear……….very nice……….

  3. Darshit said,

    March 17, 2008 @ 3:02 AM

    WISHING U A VERY SPECIAL HAPPY BIRTHDAY….. LAST “SHER” WAS VERY GOOD REALLY INDID COZ I HAVE SAME SURTI FRIEND WORKING WITH ME AND HE IS JST LIKE THAT “SHER” !!!!!.

    પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
    આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.

    VERY WELL SAID….

  4. pragnaju said,

    March 17, 2008 @ 10:41 AM

    જન્મ દિન મુબારક
    ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
    ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.
    હુરટના ક ખ ગ ધ ની જેમ ગાળો આપી તો જો!

  5. ઊર્મિ said,

    March 17, 2008 @ 12:34 PM

    સોરી મિત્રો… વિવેકની ઘણી ગઝલો વાંચી વાંચીને છેલ્લે પસંદ કરેલી બે ગઝલોમાંથી ’કઈ ગઝલ પસંદ કરું’ની કળાકૂટમાં શિર્ષક બીજી ગઝલનું અપાઈ ગયું હતું… 🙂 જે મેં સુધારી દીધું છે!

  6. ભાવના શુક્લ said,

    March 17, 2008 @ 1:37 PM

    ઊર્મી.,

    વિવેકભાઈના શ્વાસો(શબ્દો) માથી સુરતી પણુ શોધવાની જરાક ધૃષ્ટતા કરી અને છેલ્લા શેર પછીતો એમ જ થયુ કે આ ગઝલ આમ જ કેમ આગળ વધતી ના ચાલી…..

    ખુબ અભિનંદન વિવેકભાઈને જન્મદિવસે…
    (આમતો એમની દરેક હાથ આવતી રચનાઓને માણીને અભિનંદન આપ્યા જ કરીએ છીએ..ભલે ને જન્મદિવસ કોઇનો પણ હોય્..)

  7. પંચમ શુક્લ said,

    March 17, 2008 @ 2:05 PM

    ઊર્મિ-પસંદ રચના (‘માટી મૂછાળો મળે’) ફરી વાર માણવાની મજા પડી.
    જન્મદિન મુબારક વિવેકભાઈ.

  8. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

    March 18, 2008 @ 8:06 AM

    બની ગયું છે જંગલ અહિં સિમેંટ કોંકરિટનું
    દુઆ કરો, થાકેલ પંખીને હવે ક્યાંક ડાળો મળે….

    જન્મદિન મુબારક વિવેકભાઈ.
    તમારી ગઝલો વાંચીન દિવસ સુધરી ગયો!!
    તમારો ભવ સુધરે એવી શુભેચ્છા!!

  9. વિવેક said,

    March 19, 2008 @ 7:37 AM

    ઊર્મિ તથા સહુ સ્નેહી મિત્રોનો હૃદયપૂર્વક આભાર… ઈન્ટરનેટે એક એવું બીજું આખું વિશ્વ મને ભેટ દીધું છે જે કદી મારું હોવું શક્ય જ નહોતું…

  10. GURUDATT said,

    March 20, 2008 @ 8:45 AM

    કાંકરીચાળો ..મૂછાળો..એ બંને શેર સુંદર છે..અભિનંદન..સુંદર ગઝલ..

  11. Jina said,

    March 26, 2008 @ 8:18 AM

    આફરીન… આફરીન…. આફરીન… આફરીન!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

    belated HAPPY BIRTHDAY VIVEKBHAI!!

  12. પ્રતિક ચૌધરી said,

    August 31, 2008 @ 2:37 AM

    છેલ્લા શેર પર આફરીન…..

    ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
    ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

    ….વાહ સુરતી.

  13. ch@ndr@ said,

    January 4, 2010 @ 3:51 PM

    આજે જે ડાળે હો જામિ ભિડ ટ્હુકાઓનિ ત્યા
    શક્ય છે ત્યા કાલે ના માળો, ના ગરમાળો મળે
    ખરેખર ગઝલ બહજ પસન્દ આવિ
    ચન્દ્રા

  14. Jigar said,

    August 22, 2016 @ 1:46 PM

    excellent ghazal Vivekbhai
    2008 નો એ જન્મ દિવસ ફરી મુબારક..

  15. Mayur Koladiya said,

    August 25, 2016 @ 2:03 AM

    લગાતાર 5 વખત વાંચી કાઢી…
    ઉત્તમ રચના…
    ચોથા શેર માં કદાચ ‘આજે’ ની જગ્યાએ ‘આજ ‘ આવતું હોય તેવું લાગે છે.

  16. Mayur Koladiya said,

    August 25, 2016 @ 2:06 AM

    પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
    આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.

    જગતની નગ્ન હકીકતને પારદર્શક કાચ ઓઢાડીને બે લીટીમાં જડી બતાવી છે…. ભીંત પાર ટાંગવાં જેવી…

  17. વિવેક said,

    August 25, 2016 @ 2:15 AM

    @ જીગર :
    2016માં આભાર !!

  18. વિવેક said,

    August 25, 2016 @ 2:17 AM

    @ મયુર કોલડિયા :

    ખૂબ ખૂબ આભાર…

    ‘આજે’ની જગ્યાએ ‘આજ’ પણ ચપોચપ ચાલી શકે એમ છે. મૂળ રચનામાં ‘આજે’ જ છે. શબ્દાંતે આવતા ગુરુને ગઝલમાં લઘુ તરીકે લઈ શકાય છે.

  19. Rasendra said,

    September 20, 2017 @ 9:53 PM

    શક્યતાઓ શ્રાપ પામી વાંઝણી હોવાનો જ્યાં,
    એ જ મારા ઘરમાં ઈચ્છાઓ બચરવાળો મળે.

    Advitiya!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment