સત્વનું આ પતન દ્વિધામાં છે,
આજ આખ્ખું કવન દ્વિધામાં છે.

મનઝરૂખે ને જાત પિંજરમાં,
એક યોગી ગહન દ્વિધામાં છે.
ડો.પરેશ સોલંકી

પ્રભાતિયું… – રમેશ પારેખ

સૂર્યે સવાર પાડી ઘરને કર્યું અડપલું લગરીક સોનવરણું
છાંયાને બ્હાને કાજળનું ઘરના ગાલે કીધું અધિક-નમણું!

પોતાના કેશ સૂકવે તડકામાં તાજી તમતમતી ષોડ્ષી સુકન્યા
છાંયાઓ ભાત પાડીને ઠેરઠેર કરતા એ પર્વનું ઉજવણું

પંખીના કલરવોને મુઠ્ઠીમાં પકડી-પકડી ઉડાડતા કિશોરો
ફળિયું ભરીને આંખો ફફડાવતી કિશોરીનું પાડતા ખિજવણું

માથેથી સરતો સાલુ સંકોરતી ગૃહિણી કંકાવટીમાં ઘોળી-
કંકુના સાથિયાઓનું રૂપ ઉંબરામાં, ભભરાવે બમણું-બમણું

પૂજાની ઓરડીમાં ઈશ્વરને લાડ કેવાં-કેવાં લડાવે વૃદ્ધા!
ન્હવરાવે, લૂછે, વંદે, પ્હેરાવે ફૂલ, ઓઢાડે વ્હાલનું ઉપરણું

ટૂંકા પડે છે જેની ળા પનાની વ્હાલપને ઓસરી ને ફળિયું
એ વૃદ્ધમાંથી દોડે બાળકની કિલકારીનું ઠેકઠેક ઝરણું.

– રમેશ પારેખ

એક સોનાવરણી સવારના કીરણો સાથે એક શેરીમાં જીંદગી કેવી જાગી ઊઠે છે એ વર્ણવતી પરાણે મીઠી લાગે એવી ગઝલ.

4 Comments »

  1. Pinki said,

    March 6, 2008 @ 12:47 AM

    સાચે જ મનમાં પ્રભાતની તાજગી છવાઈ ગઈ….!!
    પ્રભાતનું સુંદર તાજગીસભર શબ્દચિત્ર !!

  2. pragnaju said,

    March 6, 2008 @ 10:34 AM

    મઝાનું ગીત
    આ પંક્તીઓ ગમી
    ટૂંકા પડે છે જેની ળા પનાની વ્હાલપને ઓસરી ને ફળિયું
    એ વૃદ્ધમાંથી દોડે બાળકની કિલકારીનું ઠેકઠેક ઝરણું.
    યાદ આવ્યા-કૃષ્ણ દવે
    પરોઢની પાંપણમાં સળવળ ફૂલગુલાબી પ્હાની,
    હોઠે વ્હેતું પ્રભાતિયું ને હિંચકો નાખે નાની.
    તારાઓમાં પીંછી બોળી ચીતર્યું આખ્ખી રાત,
    રંગબિરંગી પાંખો પ્હેરી નીકળી પડ્યું પ્રભાત.

  3. વિવેક said,

    March 7, 2008 @ 1:16 AM

    સુંદર મજાની ગઝલ…. ગાગાલગા લગાગાના ત્રણ આવર્તનોના કારણે મૌસિકી (સંગીત) પણ વધી જાય છે… આગળ આજ છંદના આ જ પ્રકારના અવર્તનોમાં શૂન્ય પાલનપુરીની આ ગઝલ-

    ગઝલ – શૂન્ય પાલનપુરી

    -અને તુષાર શુક્લની આ ગઝલ-

    ગઝલ – તુષાર શુક્લ

    – માણી હતી એ ફરી એકવાર મમળાવવા જેવું ખરું…

  4. Ashok makwana said,

    March 7, 2008 @ 5:16 AM

    khub j saras….

    Vivekbhai khub sari kavitao vanchva puri padva badal aabhar…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment