પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ?
બસ, હ્રદય વચ્ચે કટારી જોઈએ
મૂકેશ જોષી

ગઝલ – શિલ્પિન થાનકી

(કચ્છી)

મીણ જેડા થઈ વિયા પથ્થર ડિસે,
સ્પર્શ જે ગુલ્મોરજો અવસર ડિસે.

આંગણે મેં લાગણી રેલાઈ વઈ,
અંકુરિત હાણે સઘન ઉંબર ડિસે.

ભાલજો સિન્દુર હી સૂરજ સમો,
આભલેં મઢ્યો અસાંજો ઘર ડિસે.

મઘમઘેંતી મેડિયું મધરાતજી,
સાંસમેં સાયુજ્યજો અત્તર ડિસે.

ઓયડેજી શૂન્યતા ખન્ડિત હુઈ,
રુનઝુનિત આશ્લેષજા ઝાન્ઝર ડિસે.

એકતારો હી વજે અદ્વૈત જો –
સત્ત સાગર સામટા ભીતર ડિસે.

– શિલ્પિન થાનકી

ભાષાને અતિક્રમીને પણ જે અડી જાય એ ખરી કવિતા. સાથે આપેલો ભાવાનુવાદ વાંચતા પહેલાં આ ગઝલ એમ જ ત્રણ-ચાર વાંચો. તરત તમારા દિલને અડી ન જાય તો કહેજો…

*

મીણ જેવા થઈ ગયેલા પથ્થર દેખાય છે
ગુલમહોરના સ્પર્શનો અવસર દેખાય છે

આંગણામાં લાગણી રેલાઈ ગઈ
હવે આખું આંગણું અંકુરિત દેખાય છે

કપાળનું સિન્દુર સૂરજ સમાન છે
આભલે મઢ્યું અમારું ઘર દેખાય છે

મધરાતની મેડીઓ મઘમઘે છે
શ્વાસમાં સાયુજ્યના અત્તર દેખાય છે

ઓરડાની શૂન્યતા ખંડિત થઈ
રણઝણિત આશ્લેષના ઝાંઝર દેખાય છે

અદ્વૈતનો આ એકતારો વાગે છે
સાત સાગર સામટા ભીતર દેખાય છે.

– ભાવાનુવાદ: મીના છેડા

9 Comments »

  1. મીના છેડા said,

    January 16, 2014 @ 2:22 AM

    વિવેકે જ્યારે આ કવિતા મોકલી ત્યારે જ ખરેખર વિવેકના કહેવા અનુસાર દિલને અડી ગઈ… કાવ્યની શરૂઆત જ જુઓ….
    પથ્થર મીણ જેવા લાગે છે જરૂર ગુલમહોરના સ્પર્શનો અવસર હશે….

    વાહ! એક સરસ કાવ્યને સ્પર્શવાના અવસરની તક આપવા બદલ સ્નેહ વિવેક.

  2. perpoto said,

    January 16, 2014 @ 3:21 AM

    હવે અદ્વૈત ભેળપુરીની ડીસ જેવું ભસે છે…

  3. Rina said,

    January 16, 2014 @ 3:23 AM

    Wahhhh

  4. DINESH said,

    January 16, 2014 @ 3:50 AM

    એકતારો હી વજે અદ્વૈત જો –
    સત્ત સાગર સામટા ભીતર ડિસે.

  5. rasikbhai said,

    January 16, 2014 @ 9:56 AM

    કઅચ્હિ માદુ જિ કવિતા અસાકે પસન્દ પદિ . અભિનન્દન્.

  6. Tarachand Chheda said,

    January 17, 2014 @ 1:13 AM

    Meena Bhabhi, The Kavita touched the Heart. But already being Kucchi, real joy felt after your perfect Bhavanuvad. Hats Off to both Kavi and Anuvadak.

  7. sudhir patel said,

    January 17, 2014 @ 2:02 PM

    ભાવનગરના સાક્ષર કવિશ્રી શિલ્પિન થાનકીની માતબર કચ્છી ગઝલ અને સુંદર અનુવાદ!
    લયસ્તરોને અભિનંદન!
    સુધીર પટેલ.

  8. Dinesh Pandya said,

    January 23, 2014 @ 4:03 AM

    જેવી સુંદર કવિતા તેવો જ સુંદર ભાવાનુવાદ!

    અભિનંદન!

    દિનેશ પંડ્યા

  9. La' Kant said,

    January 23, 2014 @ 11:46 PM

    “અદ્વૈતનો આ એકતારો વાગે છે
    સાત સાગર સામટા ભીતર દેખાય છે.”

    -આ હકિકતમાં , “એકત્વનો એક એહસાસ” પાધરો/રોકડો/ઉજાગર થાની વાત છે ! શબ્દ તો લખનારનો ….અરથ-મરમ લાગણી -ભાવો ભાવક ના “પહોંચ/મનોગત દશા ભુમિકા-કક્શા, સમઝણની ‘લેવલ’ ” અનુસાર હોવાના !

    ખુશી-આનંદ ના ભાવોથી સભર -સભર , છલોછલ ,ઉભરાઇ જઈ એક પળમાં થંભી ગયાના અનુભવ ની વાત છે .એક અનુભૂતિ માણવાની …. ઉજવણીની વાત છે …..

    અભિનંદન અને આભાર પ્રસ્તુત કરતા અને આસ્વાદ કરાવનારોનો …
    -લા’ કાંત / ૨૪-૧-૧૪

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment