ના કદી એણે મને દર્પણ ધર્યું,
એક જણ નખશિખ સાલસ નીકળ્યું.
– રક્ષા શુકલ

ઇન્દ્રિયોપનિષદ – જગદીશ જોષી

આદિમાનવને જ્યારે ભાષા નહોતી ફૂટી
ત્યારે એ કેટલો બધો સુખી હશે !
શબ્દો સ્પર્શને બુઠ્ઠો કરી મૂકે છે.

– જગદીશ જોષી

કવિની એક લાંબી-લચક કવિતામાંથી માત્ર ત્રણ જ પંક્તિઓ આજે આપ સહુ માટે…

ત્રણ જ પંક્તિમાં સંબંધનો મહાવેદ જાણે !

10 Comments »

  1. jahnvi antani said,

    December 20, 2013 @ 3:02 AM

    મસ્ત્

  2. sushma said,

    December 20, 2013 @ 5:36 AM

    પ્લિઝ શેર ધ વ્હોલ પોએમ .

  3. lata j hirani said,

    December 20, 2013 @ 8:02 AM

    હા, આખી કવિતા આપો ને !!

  4. ધવલ said,

    December 20, 2013 @ 9:30 AM

    સલામ !

  5. perpoto said,

    December 20, 2013 @ 9:57 AM

    સુખ એક ધારણા છે,જે રીતે દુઃખ….
    બાકી સ્પર્શ પણ મનના શબ્દો છે….

    જો કે કવિતા સુંદર છે,અને શબ્દો દ્વારા જ અત્યારે માણી રહ્યો છું….

  6. beena said,

    December 21, 2013 @ 6:24 AM

    હું પરપોટા સાથે સહમત થાઉં છું.
    જગદિશ ભાઈ સાથે વિવાદ નથી.
    પણ સ્પર્ષ એક બોલી છે
    તો શબ્દા પણ બ્રહ્મ થી કમ સત્તાધારી નથી.
    સૂર, શબ્દ. લય, લાસ્ય ,રંગ , રૂપ ગંધ અને એનથી પર લાગણીઓ –
    આત્માને અભિવ્યક્ત કરવા અનેક બોલીઓ છે.
    શબ્દો બુઠ્ઠા બનતા નથી.
    સમજ અને સંવેદના બુઠ્ઠી બને પછી શબ્દ કે સ્પર્ષ બધુ જ નકામુ વ્યર્થ.
    સ્પર્ષ ની આક્રમકતા શબ્દની આક્રમકતા કરતા કમ નથી
    અને સ્પર્ષની સુંવાળપથી શબ્દોની મીઠાશ કમ નથી.
    પણા આતો કવિશ્રી છે. તેમને જે લાગ્યું તે એમણે કહ્યું
    મને કવિતા નથી આવડતી
    પણા મને જે લાગ્યું તે હું કહી દઉં છું.
    અપરાજિતા

  7. ravindra Sankalia said,

    December 21, 2013 @ 8:32 AM

    આખી કવિતા આપી હોત તો સારુ થતે.

  8. ધવલ said,

    December 21, 2013 @ 1:33 PM

    પરપોટો અને બીના… એકદમ સાચી વાત… કવિતાથી આગળ પણ એક કવિતા હોય છે ઃ-)

  9. mahesh dalal said,

    December 21, 2013 @ 3:08 PM

    વિચારતા કરિઇમુકે …વાહ સુન્દેર્

  10. Chetna Bhatt said,

    December 22, 2013 @ 1:49 AM

    ક્યારેક શબ્દો…જ સ્પર્શિ જતા હોય છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment