કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ !
વિવેક મનહર ટેલર

છાંયડાને દેશવટો – જયંત ડાંગોદરા

હિંડોળે હિંચકતાં ખંખેરી પાન
અમે છાંયડાને દેશવટો દીધો;
ટહુકાઓ કોરાણે મૂકીને
કાળઝાળ તડકાને ખોળામાં લીધો.

અડવું ઊભેલ ઝાડ પંખીને ભૂલીને
હવે ખરતાં પીછાંને પંપાળે,
ખરબચડી ડાળેથી લપસેલા નિઃસાસા
લીલીછમ વગડામાં ખાલીપો ઘોળીને

કળકળતો ઘૂંટ એક પીધો.
હિંડોળે…

ફૂલોને હડસેલા મારીને અત્તરિયા
પાસેથી માંગ્યું રે ફાયું,
ચકલીએ નોંધાવી બળવાનો સૂર
એક ચીંચીંયે સુદ્ધાં ન ગાયું,
પીડાનાં પાન પછી વાળીને
ફળિયામાં ડૂમાનો ઓળીપો કીધો.
હિંડોળે…

– જયંત ડાંગોદરા

આધુનિકીકરણ વિશે મબલખ કવિતાઓ લખાઈ ગઈ. પણ અહીં કવિ તટસ્થ માણસ દરિયો નિહાળે એમ માત્ર આધુનિકીકરણનો ચિતાર દોરી આપે છે એ કારણે કવિતા વધુ ઓપી ઊઠે છે. એમનો વિરોધનો સૂર પણ ચીંચીં સુદ્ધાં ન ગાતી ચકલી જેવો નિર્લેપ છે.

8 Comments »

 1. CHENAM SHUKLA said,

  August 14, 2015 @ 3:18 am

  વાહ કેવી સરસ લખાયેલી કવિતા….કવિને અભિનંદન ……..હમણાં જ પ્રકાશિત એમનો ગઝલસંગ્રહ વાંચીને એમની કલમનો કસબ જાણી શકાય છે.

 2. rasikbhai said,

  August 14, 2015 @ 6:18 am

  શ્રિ જયન્તિભઐ ને અભિનનદન્ સુન્દેર અભિવ્યક્તિ.

 3. KETAN YAJNIK said,

  August 14, 2015 @ 10:33 am

  હિંડોળે ઝુલતા બે અંતીમોની વાવ્હ્હે મળી એક ઠેસ

  ખાલીપાની એકલવાયી વ્યથા
  તમે એક પછી એક નમણો ગુલદસ્તો ધરો છો
  આભાર

 4. ધવલ said,

  August 14, 2015 @ 3:15 pm

  વાહ ! સુંદર ગીત !

 5. nehal said,

  August 16, 2015 @ 1:24 am

  Waah..bahu j saras

 6. Harshad said,

  August 17, 2015 @ 10:39 am

  Bahut khub. Vah kahevu j pade.

 7. jigna trivedi said,

  August 20, 2015 @ 1:01 am

  સુંદર ગીત.માણવાની ખૂબ મજા આવી.

 8. CHENAM SHUKLA said,

  September 17, 2015 @ 7:56 am

  બીજા અંતરામાં લખવામાં કોઈક ભૂલ થઇ છે તે આ પ્રમાણે સુધારી લેશો..
  (કવિ જયંતભાઈ સાથે વાત થયા મુજબ)
  ખરબચડી ડાળેથી લપસેલા નિસાસા
  લીલીછમ છાતીને બાળે
  વાયરાએ વગડામાં ખાલીપો ઘોળીને
  કળકળતો એક ઘૂંટ પીધો..
  …..હિંડોળે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment