પાંપણો ખૂલે સ્વયં ત્યારે હકીકત ઊઘડે,
આપમેળે આંખમાંથી સ્વપ્ન ભૂંસાતું નથી.
હરજીવન દાફડા

ગધેડીના – રમેશ પારેખ

યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત……..
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!

શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
– આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.

હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?

પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે…….

આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.

હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!

– રમેશ પારેખ

14 Comments »

  1. vineshchandra chhotai said,

    June 9, 2013 @ 2:04 AM

    જુવો આ જ દુનિયા નિ રિતો ; રિવજો ; ને લોકો ;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;અબિનદનદ ને ધન્યવદ

  2. Rina said,

    June 9, 2013 @ 3:05 AM

    Awesome…..

  3. perpoto said,

    June 9, 2013 @ 3:45 AM

    કેટલો બધો ગુંચવાડો….આ ઇશ્વરનો સર્જક કોણ હશે..
    ગધેડીનો….માણસ જાતનો પોતા વિષેનો અભિપ્રાય કેટલો વેગળો છે,ગધેડીનાં બાળકો ,માણસને
    શું સમજતાં હ્શે…

  4. Piyush S. Shah said,

    June 9, 2013 @ 4:26 AM

    ખુબ જ સરસ અભિવ્યક્તિ…!

  5. Manubhai Raval said,

    June 9, 2013 @ 7:06 AM

    ખુબ સરસ આ રચના મારા સંકલન
    માં છે.

  6. pragnaju said,

    June 9, 2013 @ 9:10 AM

    સુંદર અભિવ્યક્તી

    શ્રધાનાં વિજ્ઞાનને સાબિત કરવામાં પૂરા ઉતર્યા નહી
    પરિણામે ઈશ્વરનાં વજુદ સામે પ્રશ્નાર્થ કાયમ રહ્યો છે ..
    માનનારા અને ન માનનારા બન્ને એક બીજાને ગાળો ભાંડતા રહ્યા છે .
    જીવન ની અનેક વાસ્તવિકતાઓ અને તેની વિપરીતતા નો પર પામવાનું
    માનવ બુદ્ધિનું ગજું નથી.

    ર.પા.પણ ઈશ્વર નું અદભૂત સર્જન છે
    જે સર્જનહાર ને જ ભાંડે છે.

  7. Harshad said,

    June 9, 2013 @ 8:01 PM

    I think I am anable to give my review on Res. Rameshbhai Parekh’s kruti.
    I do not know but something dwelling within me, I can call him God.

  8. Suresh Shah said,

    June 9, 2013 @ 8:54 PM

    રોષ ઠાલવ્યો. પછી બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી અને માતા મળ્યાનો આનંદ!
    સર્જક અને ઈષ્વર ની સમજણ મને ન પડી. છતાં યે રમેશભાઈની ભાષાનો આનંદ મળ્યો.

    – સુરેશ શાહ, સિંગાપોર્

  9. dilip m gajjar said,

    June 9, 2013 @ 9:49 PM

    મારા રમેશ ભાઇ તેનુ શ્રેશ્થ સર્જન બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
    અને માતા નેી જેમ્

  10. ધવલ said,

    June 9, 2013 @ 9:52 PM

    સલામ !

  11. Ramesh Patel said,

    June 18, 2013 @ 12:24 PM

    તમારાં કર્મો તમને નડે છે
    શાને દોષો, અવર પર ઢોળે છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  12. Nirlep said,

    June 23, 2013 @ 7:46 AM

    one has to be of Ra.Pa’s level to be able to scold god or creator…blessed to read this one & such other poems of Ra.Pa.

  13. mahesh dalal said,

    January 23, 2017 @ 9:18 AM

    રપા ને સલામ્. ક્યા કહિ….આપને..

  14. રાવજી પટેલ said,

    August 11, 2022 @ 9:55 PM

    ઇશ્વર પાસે માગું કે…..
    મને ગમતું મળે એ

    સર્જન આપે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment