એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

હરીન્દ્ર દવે

પ્રવાસમાં ! – ગની દહીંવાળા

મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

હસી રહી’તી મંજિલો, તજી ગયો’તો કાફલો
થઇ રહ્યો’તો રાત-દિન દિશાઓનો મુકાબલો
ઊઠી ઊઠીને આંધીઓ તિમિ૨ હતી પ્રસારતી
રહી રહીને જિંદગી કોઇને હાક મારતી

મને થતું કે કોણ એને લઇ જશે ઉજાસમાં?
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

ખરી જતાં ગુલાબને હવે ઝીલીશું ખોબલે
ઊડી જતી સુવાસને સમાવી લેશું અંતરે
ખડા થઇ જશું, વહી જતાં સમયની વાટમાં
ભરીશું હર્ષનો ગુલાલ, શોકના લલાટમાં

મને થતું કે ફેર કંઇ પડે હ્ર્દયની પ્યાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

વિકીર્ણ સોણલાંઓને વિવિધ રીતે સજાવશું
ઠરી ગયેલ ઊર્મિને હ્રદય-ઝૂલે ઝુલાવશું
હવે કદી પવિત્ર જળ ધરા ઉપર નહિ ઢળે
નયન-સમુદ્રથી જગતને મોતીઓ નહિ મળે

મને થતું : વસાવું આ સુવર્ણને સુવાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

તમે જ રાહ ને તમે જ રાહબર હતા ભલા ?
તમે જ શું દશે દિશા? તમે જ તૃપ્તિ ને તૃષા ?
ખરું પૂછો તો ‘આદિ’થી હતી તમારી ઝંખના
અદીઠને અનેકવાર મેં કરી છે વંદના

મને થતું કે એ જ છે હ્રદયની આસપાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

-ગની દહીંવાળા

5 Comments »

 1. pragnaju said,

  May 26, 2013 @ 8:25 am

  સરસ ગઝલ
  ગનિભાઈને જોયા છે,
  સાંભળ્યા છે,
  યાદ કરાવવા બદલતમે જ રાહ ને તમે જ રાહબર હતા ભલા ?
  તમે જ શું દશે દિશા? તમે જ તૃપ્તિ ને તૃષા ?
  ખરું પૂછો તો ‘આદિ’થી હતી તમારી ઝંખના
  અદીઠને અનેકવાર મેં કરી છે વંદના

  મને થતું કે એ જ છે હ્રદયની આસપાસમાં
  ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !
  વાહ્
  આભાર અને અભિનદન્

 2. maya shah said,

  May 26, 2013 @ 9:12 am

  ખુબ સુન્દર. ગનિ દહિનવાલા મારા ખુબ માનિતા ગઝલકાર ચ્હે.

 3. harsha vaidya said,

  May 26, 2013 @ 11:51 am

  વાહ વાહ,

  ઘણા વર્ષે આ ગીત યાદ કરાવ્યા બદલ ખુબ આભાર,તમે નહિ માનો પણ બે દિવસ પહેલાં આ જ ગઝલ હું રાસભાઈને યાદ કરીને ગણગણતી હતી,પણ આખી ગઝલ યાદ નહોતી આવતી.તો લ્યો હવે મારા હાથમાં ! આ ગઝલ રાસ ભાઈએ શીખવાડી હતી અને મેં તેને અમદાવાદ રેડીઓ પરથી રજુ કરી હતી.ફરીથી એકવાર આભાર….

 4. Rajendra Karnik said,

  May 26, 2013 @ 12:25 pm

  અમારા એક સ્જ્જ્ન બિલ્કુલ બાજુમાજ રહેતા મહાન ગઝલકારનિ શ્બ્દ દેહે મુલાકાત ક્રરાવવા બ્દ્દલ આભાર.

 5. vineshchandra chhotai said,

  May 27, 2013 @ 12:46 am

  બહુ જ સરસ વાતો …………..રજુવાત …..અભિનદ્નદન ………ને …….ધન્ય્વાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment