સતત દોડવું જો સ્વીકાર્યું તો નક્કી,
તમે ઝાંઝવુંયે સ્વીકારી લીધું છે.
ભાવિન ગોપાણી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સમીર રાય ચૌધરી

સમીર રાય ચૌધરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અંતરાલોક – સમીર રાય ચૌધરી (અનુ. નલિની માંડગાવકર)

શું કોઈ પ્રેમ કરી શકે છે
આ નિર્મળ ઝરણાને કિનારે
એકાકી દેવદાર વૃક્ષ જેવો !
શિયાળુ તડકાને સમગ્ર દેહ પર ચોળવા માગે છે
તેથી ઢગલેઢગલા પાંદડાં ખેરવી શકે ?
હું તો છું ડરપોક શાલવૃક્ષ અને અશ્વત્થવૃક્ષની ડાળી
પાંદડે પાંદડે મારું શરીર ઢંકાયેલું;
કોણ જાણે, કોને ખબર, આખું વરસ શું કામ
આમ પાંદડાં ખરે !

– સમીર રાય ચૌધરી
(અનુ. નલિની માંડગાવકર)

ચંદ પંક્તિઓમાં પ્રણયની કેવી બળકટ ઉત્કટ વાત ! સ્વચ્છ ઝરણાના કિનારે એકલું ઊભેલું દેવદારનું વૃક્ષ શિયાળામાં બધા પાંદડાં ખેરવીને સાવ નગ્ન થઈને એક-એક ડાળ પર તડકા સાથે સંવનન કરવાની હિંમત રાખે છે પણ આવી હિંમત કવિ કરી શકતા નથી.

Comments (1)