આ છાંયડાના કસુંબાઓ ગટગટાવી લ્યો !
નગરનું વૃક્ષ છું, કોઈ પણ ક્ષણે વઢાઈ જઈશ.
-ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શિશિર રામાવત

શિશિર રામાવત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અતિક્રમવું – શિશિર રામાવત

ના, જરૂરી નથી મારા દરેક વિચારનું વર્જિન હોવું
વિચારોની વર્જિનીટી ક્યાં હોય છે આપણા હાથમાં ?
મારે તો અનુભવોના વિશ્વને અતિક્રમવું છે.
અનુભવ- જડ,મૂર્ત,સ્થિર,ઘન.
મારે તો અનુભવોના ઝીણા ઝીણા ટુકડાઓ કરવા છે
એમાંથી રેષાઓ ખેંચવા છે.
એના રંગોનું વિઘટન કરવું છે
તેનું પ્રવાહીકરણ કરી તેને બાષ્પ થતા નિહાળવા છે.
વિચાર, તું આવ.
શૂન્યોની શૃંખલાની આગળ
અડીખમ ઊભેલા એકડાને
ઊંચકીને ફેંકી દે શૂન્યોની પાછળ
બનાવી દે ઘટનાઓને બહુપરિમાણી અને પારદર્શક
તોડી નાખ એના આકારોને
શોષી લે તેના વજનને
ના, મને તારા ઇતિહાસમાં રસ નથી
છેદીને, ભેદીને, તોડીને,વલોવીને-
મારે તો બસ ઘટનાઓની આરપાર થવું છે

– શિશિર રામાવત

કાવ્યનું કેન્દ્રીય તત્વ ધ્યાનાકર્ષક છે…..

Comments (7)