વાંધો ક્યાં છે ખરબચડાંનો,
લીસ્સાં પ્રત્યાઘાત નડે છે.
સુરેશ ઝવેરી ‘બેફીકર’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિનોદ રાવલ

વિનોદ રાવલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - વિનોદ રાવલગઝલ – વિનોદ રાવલ

ફૂલ જેવું ગુલાબનું રાતું,
આપ કોઈ સ્મરણ તું મદમાતું.

શ્વાસ જેવું સહજ હતું તો પણ,
ક્યાં થયું કોઈ આવતું જાતું.

આ હવા ત્યાં ટુવાલ થઈ જાતી,
જે જગા પંખી ઠીબમાં ન્હાતું.

રાતના કાનમાં કહે સૂરજ,
કોઈ જુએ ના એમ ઝટ જા તું.

શ્વાસ લેતાં નિહાળું હું અચરજ,
વિશ્વ આખું ‘વિનોદ’માં માતું.

– વિનોદ રાવલ

આમ તો બધા જ શેર વાંચતાવેંત છેક અંદર સુધી અડી જાય એવા સંતર્પક પણ મને તો પંખી ઠીબમાં ન્હાઈને ભીનું થાય ત્યાં એને સૂકવવા ટુવાલ પેઠે વીંટળાઈ વળતી હવાનું કલ્પન સવિશેષ સ્પર્શી ગયું…

Comments (2)