બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?
અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઉમેશ જોશી

ઉમેશ જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તાન્કા – ઉમેશ જોષી

અંધારું તો છે
અઢળક મારામાં
છતાં સૂતો છું
રાત્રિના પડખામાં
ઉજાગરો ઓઢીને.

– ઉમેશ જોષી

ઊંઘને બદલે ઉજાગરો ઓઢીને કવિ સૂતા છે. ઊંઘવા માટેની પૂર્વશરત તો છે અંધારું. આમ તો બહારનું જ અંધારું પૂરતું છે પણ અહીં તો ભીતર પણ પ્રકાશની કમી છે. કેમ ? કદાચ પ્રિયજનની ગેરહાજરી ? કેમ કે પડખામાં એ નથી, કાળી ડિબાંગ રાત્રિ છે….

હાઇકુ જેવા જ જાપાની કાવ્યપ્રકાર તાન્કાથી જે મિત્રો પરિચિત નથી એમની જાણકારી ખાતર: પાંચ પંક્તિઓનું કાવ્ય. અનુક્રમે દરેક પંક્તિમાં ૫-૭-૫-૭-૭ અક્ષર.

Comments (3)

હાઈકુ – ઉમેશ જોશી

કેમ દરિયો
આંખ સામે જોઈને
પાછો વળી ગ્યો.

– ઉમેશ જોશી

Comments (2)