અવસરના જોશ કરતાં એ હોય છે વધારે
અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી
વિરલ દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નિરંજના દેસાઈ

નિરંજના દેસાઈ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




હવા – નિરંજના દેસાઈ

દરવાજો બંધ હતો.
છતાં
કોણ જાણે ક્યાંથી
હવા
એને હડસેલો મારી
અંદર ધસી આવી !
ને પછી,
આખા ઓરડામાં
લાંબી સોડ તાણી
આડી પડી !
બારીની તિરાડો
ચૂંચી આંખે
એને જોઈ રહી !
દરવાજો આભો બની
જ્યાં ધકેલાયો હતો ત્યાં
ખોડાઈને ઊભો રહ્યો !
હવાએ
ન તો પડખું બદલવાનો
પ્રયાસ કર્યો,
ન ત્યાંથી જવાનો.
હું
એકીટશે
જોઈ રહું,
મારા જ ઘરમાં
પરાઈ વ્યક્તિ સમ !

– નિરંજના દેસાઈ

કેટલી સરળ-સહજ ભાષામાં કવયિત્રીએ આપણા જીવનમાં આપણી જાણ બહાર થઈ જતા અતિક્રમણની વાત કરી છે !!

Comments (14)