હવે તમારું જીવન લમણાઝીંક વગરનું છે,
નવા વરસનું કેલેન્ડર તારીખ વગરનું છે.
કુલદીપ કારિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરકિસન જોષી

હરકિસન જોષી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - હરકિસન જોષી
ગઝલ - હરકિસન જોષીગઝલ – હરકિસન જોષી

જઈએ ક્યાં ને કોને મળીએ ?
બહેતર છે કે પાછા વળીએ.

રોજ અનિદ્રા આવી પીડે,
કહે, સ્વપ્નમાં ક્યાંથી, મળીએ !

સૂક્યા તો પથ્થર થઈ બેઠા,
બરફ જેમ ના તો ઓગળીએ !

અંધકારને અંધકાર છે,
કંઈ ના સૂઝે, કંઈ ન કળીએ !

રણથી ભાગી ઘર આવ્યા તો,
મૃગજળ દોડી આવ્યા ફળિયે !

મોજાંને નાહક ઉથલાયો,
મોતી તો પથરાયા તળિયે !

પુષ્પ લૂંટાતા જોઈ કુંવારી –
મ્હેક લપાઈ કળીએ કળીએ !

– હરકિસન જોષી

મજાની ગઝલ…

Comments (4)

ગઝલ – હરકિસન જોષી

છબીમાં હસો છો, કહો ક્યાં વસો છો ?
હવા છો સ્વયં કે હવામાં શ્વસો છો ?

નથી સ્વર્ણ હોવાનો દાવો કર્યો મેં
કસોટીના પથ્થર ઉપર કાં ઘસો છો !

બધા ઓરડાઓમાં ગુંજે છે પગરવ
તમે પહેલા જેવા હજુ ધસમસો છો !

વિસરવા ચહું તોય વિસરાશો થોડા ?
સપન થઈને નિંદરની વચ્ચે ડસો છો !

સમેટીને અસ્તિત્વ ચાલ્યા ગયા પણ,
સ્મરણમાંથી પળવાર પણ ક્યાં ખસો છો ?

– હરકિસન જોષી

મમળાવવી ગમે એવી ગઝલ…

Comments (6)