નામ મારુંય છે છ અક્ષરનું,
પણ શું સોનલ વસે છે મારામાં?
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિશ્વ-કવિતા

વિશ્વ-કવિતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

-- - સાનાઉલ હક - અનુ.નલિની માડગાંવકર
(ઇનકાર) - અનામી (ગ્રીક) (અંગ્રેજી અનુ.: ડુડલી ફિટ્સ) (અનુ. વિવેક મનહર ટેલર)
(ઇનકાર) - ભાગ : ૨
(ગીત) - લેનર્ડ કોહેન
(તૈયાર છું) - રવીન્દ્રનાથ ટાગોર, અનુ.: શૈલેશ પારેખ
(થઈ જઈએ રળિયાત) - આંડાલ (તામિલ) (અનુ. સુરેશ દલાલ)
(નાનકડું ચિનાર) - અજ્ઞાત (ઇજિપ્ત) (અનુ. વિવેક મનહર ટેલર)
(પૈસો) - હેનરી મિલર (અનુ. વિવેક મનહર ટેલર)
(મારું હૃદય) - ડોરથી લાઇવસે (અનુ. શીરીન કુડચેડકર)
(મારો તમામ સંકોચ) - વિદ્યાપતિ (અનુ. વિવેક મનહર ટેલર)
(રસોઇ) - કુમાર અંબુજ (અનુ. ? )
(સાક્ષી) - માર્કસ આર્જેન્ટેરિયસ (અનુ. વિવેક મનહર ટેલર)
(સાક્ષી) - માર્કસ આર્જેન્ટેરિયસ (અનુ. રાજેશ વ્યાસ 'મિસ્કીન')
~ - ક્વાસિમોદો (અનુ. નલિન રાવળ)
No more moon in the water ! - Chiyono [ ઝેન સાધ્વી ]
no-mind
Zen poem - Foyan
कोई अटका हुआ है पल शायद - ગુલઝાર (અનુ. વિવેક મનહર ટેલર)
खुदा भी हो - સુધીર પટેલ
बझम-ए-उर्दू : 01: मीर तक़ी 'मीर'
बझम-ए-उर्दू : 02: अब के हम बिछड़े तो - अहमद फ़राज़
बझम-ए-उर्दू : 03 : न किसी की आँख का नूर हूँ - बहादुर शाह ज़फ़र
बझम-ए-उर्दू : 09 : आदमी आदमी से मिलता है - ज़िगर मुरादाबादी
बझम-ए-उर्दू : 10 : गुलों में रंग भरे - फ़ैज़ अहमद फ़ैज़
मधुशाला : ०४ : वसीयत - अज्ञेय
मधुशाला : ०५ : है तो है - दीप्ति मिश्र
साये में धूप (कडी : ३)- दुष्यन्त कुमार
અકડુ ઈતિહાસ - હાવર્ડ ઓલ્ટમેન (અનુ. ધવલ શાહ)
અગ્નિ અને હિમ - રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. નિરંજન ભગત)
અગ્નિપથ - હરિવંશરાય બચ્ચન (અનુ. વિવેક મનહર ટેલર)
અજાણ્યો નાગરિક -ડબ્લ્યુ. એચ. ઑડેન (અનુ.: વિવેક મનહર ટેલર)
અજ્ઞાત સૈનિકની કબર - અબ્દુલ્લા પેસિઉ (અનુ. અનિલ જોશી)
અંતર મમ વિકસિત કરો
અંતરાલોક - સમીર રાય ચૌધરી (અનુ. નલિની માંડગાવકર)
અતિથિગૃહ - રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)
અંતિમ યાત્રા - યિમિનેઝ (અનુ. સુરેશ દલાલ)
અભિસાર - સુનંદા ત્રિપાઠી (ઊડિયા) (અનુ: ઉત્પલ ભાયાણી)
અમારા વૉર્ડન - આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ. વિવેક મનહર ટેલર)
અહીં હું આ કરી રહ્યો છું - લિયોનાર્ડ કોહેન (અનુ. જગદીશ જોષી)
આખરી દેવતાઓ - ગાલવે કિન્નલ (અનુ. વિવેક મનહર ટેલર)
આજકાલ - વેદ રાહી (ડોગરી) અનુ. નૂતન જાની
આત્મષટક - આદિ શંકરાચાર્ય (અંગ્રેજી: સ્વામી વિવેકાનંદ) (ગુજરાતી : ગૌરાંગ ઠાકર)
આપણા ખીસાના પાકીટમાં (મરાઠી) - વર્જેશ સોલંકી (અનુ. અરુણા જાડેજા)
આમંત્રણ - ઓરિયાહ માઉન્ટન ડ્રીમર (અનુ. ઋષભ પરમાર)
આવ મારી પાસે - એન વિલ્કિન્સન (અનુ. અપૂર્વ કોઠારી)
આવજે મિત્ર - સરજી એસિનિન
આવશે દિવસો કવિતાના - (રશિયન) મારિના ત્સ્વેતાયેવા (અનુ. વિષ્ણુ પંડ્યા)
ઉમાશંકર વિશેષ :૦૭: કવિની ઇચ્છા
ઉમાશંકર વિશેષ :૦૮: આગ અને હિમ
ઊંઘમાં બબડાટ - એડિથ મટિલ્ડા થોમસ (અનુ. વિવેક મનહર ટેલર)
એ લગભગ ઈશ્વર છે, તારી સાથેનો પુરુષ - સેફો (અનુ.: વિવેક મનહર ટેલર)
એક ગીત - હેલન મારિયા વિલિયમ્સ (અનુ. વિવેક મનહર ટેલર)
એક ઘરડી સ્ત્રી - અરુણ કોલાટકર (અનુ. વિવેક મનહર ટેલર)
એક પગલાની પીછેહઠ - રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જગદીશ જોષી)
એક મજાનું ગીત હું જાણતો હતો - સ્ટિફન ક્રેન (અનુ. વિવેક મનહર ટેલર)
એક લાલ ગુલાબ - રોબર્ટ બર્ન્સ (અનુ. વિવેક મનહર ટેલર)
એક સવારે - રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)
ઑફિસ મૈત્રી - ગેવિન એવર્ટ (અનુ. સુજાતા ગાંધી)
ઓઝિમન્ડિસ - પર્સી બિશ શેલી (અનુ.: વિવેક મનહર ટેલર)
ઓળખાણ - પ્રભા ગણોરકર (અનુ. જયા મહેતા)
કદ - માર્જોરી પાઈઝર (અનુ. જયા મહેતા)
કબાટમાંનાં પુસ્તકો - શંકર વૈદ્ય (અનુ. અરુણા જાડેજા)
કબૂલાત - કુસુમાગ્રજ (અનુ.: સુરેશ દલાલ)
કવિ, પ્રેમી, બર્ડવૉચર - નિસીમ ઇઝેકિલ (અનુ.: વિવેક મનહર ટેલર)
કવિતા પોતાને ઘરે ગઈ - વિજય નામ્બિસન (અનુ - ઉદયન ઠક્કર)
કેટલાંક બાળકો - નરેન્દ્ર સક્સેના (અનુ. નૂતન જાની)
કેમકે હવે કોઈ મદદ શક્ય નથી - માઇકલ ડ્રાઇટન, (અનુ. વિવેક મનહર ટેલર)
કોની સંગ રમવી રે હોળી? - મીરાંબાઈ (અનુ. વિવેક મનહર ટેલર)
ખાતરી - એડવિન મૂર (અનુ. વિવેક મનહર ટેલર)
ગઈ રાત્રે જ્યારે હું સૂતો હતો - એન્ટૉનિયો મકાડો (અનુ. વિવેક મનહર ટેલર)
ગીતાંજલિ - પુષ્પ:૦૧: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)
ગીતાંજલિ - પુષ્પ:૦૨: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)
ગીતાંજલિ - પુષ્પ:૦૪: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)
ગીતાંજલિ – પુષ્પ:૦૩: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)
ગેઈશા ગીત ~ અનામી (અનુ. જયા મહેતા)
ગેરહાજરી - અબુ અલ બક્ર તુર્તુશી (અનુ.: વિવેક મનહર ટેલર)
ગોવાલણ - ઇન્દિરા સંત (અનુ. સુરેશ દલાલ)
ગ્લૉબલ કવિતા: ૬૬: પૂર્ણ - ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન (અનુ: વિવેક મનહર ટેલર)
ઘર વિશે, વિદેશથી - રોબર્ટ બ્રાઉનિંગ (અનુ. વિવેક મનહર ટેલર)
ચંદ્રમા - ઇંડિથ સોય્ડરગ્રાન (અનુ. વત્સરાજ ભણોત 'ઉદયન')
ચહું - માસુહિતો (અનુ. મકરન્દ દવે)
ચેપ્મેનનું હોમર પહેલવહેલીવાર વાંચતાં - જોન કીટ્સ (અનુ. વિવેક મનહર ટેલર)
જખ્મો - યેવતુશેન્કો (રશિયા)(અનુ- મહેશ દવે)
જંગલીને - એલ્ઝ લાસ્કર-શુલર (જર્મન) (અનુ. વિવેક મનહર ટેલર)
જળપરી અને દારૂડિયાઓની દંતકથા - પાબ્લો નેરુદા (અનુ. ઉદયન ઠક્કર)
જીવન અને સેક્સ - દેવીપ્રસાદ વર્મા (અનુ. સુરેશ દલાલ)
જુદાઈ - શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ) (અનુ.:હિમાંશુ પટેલ)
જૂનું ઘર ખાલી કરતાં (English) – બાલમુકુન્દ દવે
જેનીએ મને ચુંબન કર્યું
જેનો જવાબ મળે એવી પ્રાર્થના - અના કામિએન્સ્કા (અનુ. સુરેશ દલાલ)
જેલીફિશ - મરિઆન મૂર (અનુ.: વિવેક મનહર ટેલર)
જોઈએ - દુષ્યન્તકુમાર (અનુ. ઉશનસ્)
ઝેન કવિતા
ડેફોડિલ્સને - રૉબર્ટ હેરિક (અનુ. વિવેક મનહર ટેલર)
તારા પગ - પાબ્લો નેરુદા
તું એકલી નથી - વસંત આબાજી ડહાકે (અનુ. જયા મહેતા)
તૂટ, તૂટ, તૂટ - આલ્ફ્રેડ, લૉર્ડ ટેનિસન (અનુ. વિવેક મનહર ટેલર)
તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે - વિલિયમ વર્ડ્સવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)
થિરુક્કુરલ -તિરુવલ્લુવર (તામિલ) (અનુ.: વિવેક મનહર ટેલર)
દરવાજામાં આંગળાં - ડેવિડ હૉલબ્રુક (અનુ. વિવેક મનહર ટેલર)
દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું - એમિલી ડિકિન્સન
નજર - સારા ટિસડેઇલ (અનુ. જયા મહેતા)
નવી મહાપ્રતિમા - એમા લેઝારસ (અનુ. વિવેક મનહર ટેલર)
નેક્સ્ટ, પ્લીઝ - ફિલિપ લાર્કિન (અનુ. વિવેક મનહર ટેલર)
પતંગ - કોબાયાશી ઇસા (અનુ. વિવેક મનહર ટેલર)
પાણીની કૂંચી - ઑક્તાવિયો પાઝ (અનુ.: વિવેક મનહર ટેલર)
પિતાજી ઘરે પાછા ફરતા - દિલીપ ચિત્રે (અનુ. વિવેક મનહર ટેલર)
પુરાતન ખલાસીની કવિતા - સેમ્યુઅલ ટેઇલર કોલરિજ (અનુ. વિવેક મનહર ટેલર)
પૂર્વગ્રહ - શમ્સુર રહેમાન (અનુ. ઉત્પલ ભાયાણી)
પ્યાદું - કોન્સ્ટન્ટિન કવાફી (અનુ.: વિવેક મનહર ટેલર)
પ્રણયવિવાદ - વિલિયમ સ્ટ્રોડ (અનુ. વિવેક મનહર ટેલર)
પ્રતિમાની દેવી - શ્રી અરવિંદ (અનુ. સુન્દરમ્)
પ્રસવ - એમિલિયા હાઉસ (અનુ. અનિલ જોશી)
પ્રેમ - જયા પ્રભા (અનુ. સુરેશ દલાલ)
પ્રેમ - શેખ નુરુદ્દીન વલી
પ્રેમ પછી પ્રેમ - ડેરેક વૉલ્કોટ (અનુ. વિવેક મનહર ટેલર)
પ્રેમની પાર- ઓક્તોવિયો પાઝ - અનુ.- નલિન રાવળ
ફ્રાન્સિસ્કા - એઝરા પાઉન્ડ (અનુ. વિવેક મનહર ટેલર)
બર્ફિલી સાંજે જંગલ પાસે થોભતાં - રૉબર્ટ ફ્રોસ્ટ (અનુ. વિવેક મનહર ટેલર)
બે કાવ્યો - ડબલ્યુ એચ. ઑડેન (અનુ. હરીન્દ્ર દવે)
બોલાવવા છતાંય - અરુણા રાય (અનુ. વિવેક મનહર ટેલર)
મકાનમાલિકનું ગીત - લેન્ગ્સ્ટન હ્યુજીસ (અનુ. વિવેક મનહર ટેલર)
મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ (અનુ. વિવેક મનહર ટેલર)
મધ્યવર્ગીય ગાર્ગી - ઇન્દિરા સંત
મનુષ્ય એક નદી છે - દિનેશ ડેકા ( અનુ. અનન્યા ધ્રુવ)
મને લાગે છે... - સેફો (ગ્રીક) (અનુ.: વિવેક મનહર ટેલર)
મમ્મીને - ઉષા એસ. (અનુ. વિવેક મનહર ટેલર)
મરસિયો - શેક્સપિઅર (અનુ. વિવેક મનહર ટેલર)
મર્યાદાઓ - હોર્હે લૂઈસ બોર્હેસ (અનુ. વિવેક મનહર ટેલર)
માન - મેલિસા સ્ટડાર્ડ (અનુ. વિવેક મનહર ટેલર)
મારી કબર પાસે - મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)
મારું સરનામું - અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)
મારું હૃદય ઊછળી પડે છે - વિલિયમ વર્ડ્ઝવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)
મેટ્રો સ્ટેશન પર - એઝરા પાઉન્ડ (અનુ. વિવેક મનહર ટેલર)
મેદાનની ઋતુ - (કાશ્મીરી) આગા શાહિદ અલી (અનુ. જ્યોત્સ્ના તન્ના)
મોર સાથે રમતી કન્યા - વિદ્યાપતિ (અનુવાદ: સુરેશ દલાલ)
મૌનનો પડઘો : ૦૧: ચંદ્ર અને આંગળી - રિઓકાન
મૌનનો પડઘો : ૦૨ : કવિતા - રિઓકાન
મૌનનો પડઘો : ૦૩ : અસ્તિત્વ છે ઘર આપણું - હોફુકુ સૈકાત્સુ
મૌનનો પડઘો : ૦૪: ઓળખ - ફોયાન
મૌનનો પડઘો : ૦૫: મૂલ્યોનો ઉથલો - લાઓઝી
મૌનનો પડઘો : ૦૬: કુદરતી સર્જનશક્તિ - લાઓઝી
મૌનનો પડઘો : ૦૮ : ઝેન હાઇકુ - યૌસુનારી ફાટ્સોનાબી
યુવાન ગૃહિણી - વિલિયમ કાર્લોસ વિલિયમ્સ (અનુ. વિવેક મનહર ટેલર)
રાતની હથેળી પર... - શહરયાર (ઉર્દૂ) (અનુ. ઉત્પલ ભાયાણી)
રુબાઈયાત - ઓમર ખય્યામ
રુમી
વાખ્યાની : લાલ દીદ (કાશ્મીરી) (અનુ. વિવેક મનહર ટેલર)
વિફલ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)
વિશ્વ-કવિતા:૦૧: મારી કવિતા - (ચેકોસ્લોવેકિયા) યારોસ્લાવ સાઈફર્ત, અનુ. વિષ્ણુ પંડ્યા
વિશ્વ-કવિતા:૦૨: ત્યારથી (અસમિયા) અનુપમા બસુમતારી, અનુ. નૂતન જાની
વિશ્વ-કવિતા:૦૩: હસ્તાંતર (મરાઠી) - દ.ભા. ધામણસ્કર
વિશ્વ-કવિતા:૦૪: સ્મરણ (કેનેડા)- ડોરથી લાઈવસે
વિશ્વ-કવિતા:૦૫: - (ઈઝરાઈલ) યેહુદા અમિચાઈ અનુ.: ઇન્દ્રજીત મોગલ
વિશ્વ-કવિતા:૦૬: ત્રણ નિઃશ્વાસ (ઓડિયા) પ્રહરાજ નંદ, અનુ.:ભોળાભાઈ પટેલ
વિશ્વ-કવિતા:૦૭: ભાગીદારી (ટર્કી) - ફૈયાઝ કયકન
વિશ્વ-કવિતા:૦૮: દુ:ખ (હિન્દી) - સર્વેશ્વરદયાલ સક્સેના
વિશ્વ-કવિતા:૦૯: ગીત ગોવિંદ- (સંસ્કૃત) જયદેવ, અનુ.: રાજેન્દ્ર શાહ
વિશ્વ-કવિતા:૧૦: વનો છે શ્યામલ- (અંગ્રેજી-અમેરિકા) રોબર્ટ ફ્રૉસ્ટ, અનુ.: ઉમાશંકર જોશી
વિશ્વ-કવિતા:૧૧: પ્રેમ અને પુસ્તક (પંજાબી) - સુતીંદરસિંહ નૂર (અનુ. સુજાતા ગાંધી)
વિશ્વ-કવિતા:૧૨: વણલખ્યો પત્ર (સ્વિડન) - હેલ્ગે ચેડેનબેર્ય (અનુ. વત્સરાજ ભણોત 'ઉદયન')
વિશ્વ-કવિતા:૧૩: જીવન અને સેક્સ (હિન્દી)- દેવીપ્રસાદ વર્મા (અનુ. - સુરેશ દલાલ)
વિશ્વ-કવિતા:૧૪: દિલોજાન (બ્રિટન) - ડી. એચ. લૉરેન્સ (અનુ. જયા મહેતા)
વ્યર્થ - ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયન) (અનુ. વિવેક મનહર ટેલર)
વ્યાખ્યા -એરિક ફ્રાઇડ
શું કરશો હરિ ? - રેઇનર મારિયા રિલ્કે - અનુ.-મકરંદ દવે
શોકગીત - અજ્ઞાત (ચીન) (અનુ. વિવેક મનહર ટેલર)
શોધી શકું તો - અબુ બક અલ-તુર્તુશી (અનુ. સોનેરુ)
શ્રી મનના શ્લોક - સમર્થ સ્વામી રામદાસ (મરાઠી) (અનુ. મકરંદ મુસળે)
સજા - રીના (અનુ. વિવેક મનહર ટેલર)
સદૈવ - પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)
સાથી - ડૉરથી લાઇવસે (અનુ. શારીન કુડચેકર)
સાપ્તાહિક કોલમ ~ એક નવી શરૂઆત...
સુખદ સ્વપ્ન - સ્વામી વિવેકાનંદ
સૉનેટ : ૧૮ -વિલિયમ શેક્સપિઅર (અનુ.: વિવેક મનહર ટેલર)
સ્વપ્નમાં - (રશિયન) આન્ના આખ્માતોવા (અનુ. સુરેશ દલાલ)
સ્વર્ગ - કિમ ચિ હા (અનુ. વિષ્ણુ પંડ્યા)
હરિયાળી વસંત (ચીની) શાન મેઈ, અનુ.: ઉમાશંકર જોશી
હાઇકુ - કોબાયાશી ઇસા (અનુ.: વિવેક મનહર ટેલર)
હું - ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા) (અનુ. વિવેક મનહર ટેલર)
હું કોણ ? - લલ્લા (કાશ્મીરી) (અનુ. વિવેક મનહર ટેલર)
હું તૈયાર છું - વૉલ્ટર લેન્ડર (અનુ. વિવેક મનહર ટેલર)
હું પ્રથમ જાગી - માર્જોરી પાઈઝર (અનુ.- જયા મહેતા)
હૃદય ભલા - એમિલિ ડિકિન્સન (અનુ : ઉર્વીશ વસાવડા)વિશ્વ-કવિતા:૧૪: દિલોજાન (બ્રિટન) – ડી. એચ. લૉરેન્સ (અનુ. જયા મહેતા)

તને મારા પ્રેમની પરવા નથી ? તે કડવાશથી બોલી.

મેં તેને અરીસો આપીને કહ્યું :
મહેરબાની કરીને આ પ્રશ્ન યોગ્ય વ્યક્તિને પૂછ!
મહેરબાની કરીને બધી વિનંતીઓ મુખ્ય કાર્યાલયને કર!
લાગણીઓ વિશેની મહત્વની બાબતોમાં
મહેરબાની કરીને સર્વોચ્ચ સત્તાને સીધું જ પૂછ! –
એટલે મેં તેને અરીસો આપ્યો.

અરીસો એણે મારા માથા પર જ તોડ્યો હોત,
પણ એની નજર અરીસામાં પોતાના પ્રતિબિંબ પર પડી
અને બે ક્ષણ માટે એ સંમોહિત થઈ ગઈ,
એટલામાં હું ભાગી છૂટ્યો.

– ડી. એચ. લૉરેન્સ
અનુ. જયા મહેતા

પ્રેમના છીછરાંપણા વિષે નાનું ને તીણું કાવ્ય. અંગ્રેજીમાં કાવ્યનું શીર્ષક ‘Intimates’ છે. જે કાવ્યના વ્યંગને વધુ વેધક બનાવે છે. અનુવાદ કરવામાં જયા મહેતાએ ‘દિલોજાન’ શબ્દ વાપરીને કમાલ કરી છે. મૂળ અંગ્રેજી કાવ્ય અહીં જુઓ.

Comments (3)

વિશ્વ-કવિતા:૧૩: જીવન અને સેક્સ (હિન્દી)- દેવીપ્રસાદ વર્મા (અનુ. – સુરેશ દલાલ)

તું નહીં શકુન્તલા
હું નહીં દુષ્યન્ત
તું નહીં કામિની
હું નહીં કંથ
સાધારણ નારી-નર
આપણે નહીં અનંત
રોજી અને રોટીના ચક્કરમાં
જીવનનો અન્ત.
(જીવ્યા વિના)
મરણ પછી આપણે એકાંતમાં
સેક્સ વિશે વિચારશું.

– દેવીપ્રસાદ વર્મા
અનુ. સુરેશ દલાલ

Comments (3)

વિશ્વ-કવિતા:૧૨: વણલખ્યો પત્ર (સ્વિડન) – હેલ્ગે ચેડેનબેર્ય (અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

જો હું લખી શકત તમને
એક અત્યુત્તમ સંપૂર્ણ પત્ર,
તો
તેના શબ્દો ઝગારા મારત
તમારાં નયનોની જેમ જ,
તેમાંથી સુવાસ આવતી હોત
જેવી તમારા દેહમાંથી આવે છે.
તેમાંથી સ્વરો નીકળત
જેવા તમારા કંથમાંથી નીકળે છે.
તે હૂંફ આપત, જેવી તમારા હાથ આપે છે.

મારો પત્ર એવો હોત,
જાણે તમારા જ લોહીનાં બુંદનું લખાણ.
તમારી જ વાચાનો જાણે રણકતો પડઘો:
તેમાં સાંભળી શકાત એક એવા હૃદયનો ધબકારો
જેમાં પોતીકાપણું રહ્યું જ નથી,
અને એવો સ્નિગ્ધ પ્રેમ તેમાંથી નીતરત
જે સંપૂર્ણ સમર્પિત થઈ ગયેલો છે.

તે પત્રના શબ્દો એવા તો હોત,
જાણે તે શબ્દ જ રહ્યા નથી,

એક અણ-કહી વાત, જેમાં
તમારા અંત:સ્થલનો સાત ડોકિયાં કરતો હોત.
આવો હોત, તે આદર્શ પત્ર.

જો હું લખી શકત તમને
એક ઉત્તમ સંપૂર્ણ પત્ર,
તો તમે પોતે જ મારો પત્ર હોત.

– હેલ્ગે ચેડેનબેર્ય (સ્વિડન), અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’

લખેલા પ્રેમપત્ર વિશે કે પ્રેમપત્રમાં કશુંક લખવા વિશેની ઊર્મિસભર વાતો તો ઘણી કવિતાઓમાં જોવા મળે છે. પરંતુ લાગણીથી લથબથ આ વણલખ્યા પત્રની કવિતા વાંચો તો જરૂર એમ થાય છે કે આ પત્ર જો ખરેખર પ્રિયજનને લખી શકાયો તો હોત તો એનું રૂપ કેવું હોત?! કાવ્યમાં કવિ જેમ જેમ આપણને અંતની નજીક લઈ જાય છે તેમ તેમ આપણે વધુ ને વધુ ભીંજાતા જઈએ છીએ… અને છેલ્લે કવિએ પ્રિયજનને જ પોતાનો પત્ર હોવાની કહેલી વાતથી તો તમે બિલકુલ કોરા રહી જ ના શકો… !

Comments (3)

વિશ્વ-કવિતા:૧૧: પ્રેમ અને પુસ્તક (પંજાબી) – સુતીંદરસિંહ નૂર (અનુ. સુજાતા ગાંધી)

પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કોઈ અંતર નથી હોતું.

કેટલાક પુસ્તકોનું
મુખપૃષ્ઠ જોઈએ છીએ
ભીંજવે છે.
પાનાં ઉથલાવીને મૂકી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકો
તકિયા નીચે મૂકીએ છીએ.
અચાનક જ્યારે પણ આંખ ખૂલે છે
ત્યારે વાંચવા માંડીએ છીએ.

કેટલાંક પુસ્તકોનો
શબ્દેશબ્દ વાંચીએ છીએ
એમાં ખોવાઈ જઈએ છીએ
ફરી પાછું વાંચીએ છીએ
અને આત્મામાં વસાવી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકોમાં
રંગ-બેરંગી નિશાની કરીએ છીએ
દરેક પંક્તિ પર વિચારીએ છીએ
અને કેટલાંક પુસ્તકોનાં
નાજુક પૃષ્ઠો પર
નિશાની કરતાં પણ ડરીએ છીએ.
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કંઈ અંતર નથી હોતું.

– સુતીંદરસિંહ નૂર (પંજાબી), અનુ. સુજાતા ગાંધી

અહીં કવયિત્રીએ પુસ્તક અને પ્રેમની સરખામણી કેવી અદભૂત અને અનોખી રીતથી કરી છે! અમુક પુસ્તકોનાં મુખપૃષ્ઠથી ભીંજાવું તો અમુકને ઉથલાવીને ભીંજાયા વગર પાછું મૂકી દેવું… અમુકનાં પાનાઓમાં રંગ-બેરંગી નિશાની કરવી તો અમુક પર નિશાની કરતાં પણ ડરવું… અમુકને વાંચીને એના શબ્દેશબ્દમાં બસ ખોવાયા જ કરવું તો અમુકને બિલકુલ આત્મસાત કરી લેવું… વળી, અમુકને તો તકિયા નીચે મૂકીને નિરાંતે ઊંઘી જવું, એટલે પછી જ્યારે જાગો અને વાંચવાનું મન થાય તો એને વાંચવા માટે શોધવા ક્યાંય દૂર જવું જ ન પડે! અરે હા, બેશક… પ્રેમનું પણ કંઇક આ પુસ્તક જેવું જ છે હોં!!

Comments (6)

વિશ્વ-કવિતા:૧૦: વનો છે શ્યામલ- (અંગ્રેજી-અમેરિકા) રોબર્ટ ફ્રૉસ્ટ, અનુ.: ઉમાશંકર જોશી

કોનાં આ વન, છે જ તો મારી જાણમાં,
છે જોકે ઘર તો ભલા એનું ગામમાં.
ન થંભતો આંહીં મને નિહાળશે
જોતો ભરાતાં વન આ હિમપાતમાં.

મારા નાના અશ્વને લાગતું હશે
વિચિત્ર રોકાણ આ, ન મકાન તો કશે.
વનો, થિજેલા વળી આ તળાવની
વચ્ચે તમિસ્રાભરી સાંજ શી લસે !

હલાવીને હય ઘંટડીઓ ધુરા તણી
જાણે પૂછે : નથી ને કંઈ ભૂલ આપની ?
સ્ફુરંત હળવા સપાટા હવાના
ને રેશમી હિમફર્ફર માત્રનો ધ્વનિ.

વનો છે શ્યામલ, ગહરાં, મજાનાં,
પરંતુ મારે છે વચન પાળવાનાં.
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના,
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના.

-રોબર્ટ ફ્રૉસ્ટ (અંગ્રેજી)
અનુ.: ઉમાશંકર જોશી

રોબર્ટ ફ્રૉસ્ટની મૂળ અંગ્રેજી ભાષાની આ અતિલોકપ્રિય કૃતિનો શ્રી ઉમાશંકરે સ-રસ સાછંદ અનુવાદ કર્યો છે. કાવ્યનાયક જંગલોમાંથી પસાર થાય છે ત્યારે હિમવર્ષાનું અદભુત સૌંદર્ય એને આકર્ષીને થોભવા પર મજબૂર કરે છે. વનોનો માલિક ઓળખીતો છે પણ દૂર ગામમાં હોવાથી એ આ સૌંદર્યપાનમાં ખલેલ પહોંચાડવાનો નથી. પણ થીજેલા તળાવ પાસે રાતના અંધારા ઊતરી રહ્યા હોય એવા વખતે કોઈ મકાન પણ ન હોય એવી જગ્યાએ અસવારને થોભેલો જોઈને ઘોડાને આશંકા જાગે છે કે કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? અને એ જાણે ગળામાંની ઘુઘરી હલાવીને આ પ્રશ્ન કરે છે. હવાના હળવા સપાટા અને હિમફર્ફરમાં મગ્ન સવાર જાણે તંદ્રામાંથી જાગે છે અને એને પાળવાનાં વચનો યાદ આવી જાય છે. કર્તવ્યબદ્ધ એ પોતાના પંથે આગળ નીકળી પડે છે…

અહીં ચારે કડીઓમાં ફારસી રૂબાઈ જેવી પ્રાસ-રચના ઉપરાંત પહેલી, બીજી અને ત્રીજી કડીમાં અંત્યાનુપ્રાસ જાળવીને મહાકવિ દાન્તેની ત્રિપ્રાસસાંકળી (તર્ઝા રીમા)નો સુભગ સમન્વય પણ કર્યો છે અને શ્રી ઉમાશંકરે અનુવાદમાં પણ એ કરામત જાળવી રાખી છે.

કાવ્યસૌજન્ય: શ્રી જુગલકિશોર વ્યાસ

Comments (3)

વિશ્વ-કવિતા:૦૯: ગીત ગોવિંદ- (સંસ્કૃત) જયદેવ, અનુ.: રાજેન્દ્ર શાહ

ગુર્જરી રાગ-એક્તાલી તાલ,ગીત-૧૧)

રતિસુખને સંકેત-નિકેત ગયેલ મનોહર વેશ,
ન કર, નિતમ્બિનિ, ગમનવિલંબન અનુસર તે હૃદયેશ.
ધીર સમીરે યમુના તીરે અધીર કુંજવિહારી.
આલિંગન-રંજન કારણ, જો, કરત કામના તારી. ૧

વેણુ મહીં સ્વરને ઇંગિત તવ ગાય મનોરમ નામ,
રજ પવને જે વહે, લહે તે તવ પદની અભિરામ. ૨

પર્ણ ખરે કે પાંખ ફફડતાં તને આવતી ધારી,
શયન રચે, ને આતુર નયન રહે તવ પંથ નિહાળી. ૩

અરિ સમ કેલિ-સુચંચલ નેપુર મુખર અધીર ત્યજીને,
ચલ, સખી, અંધ તિમિરમય કુંજે નીલ નિચોલ સજીને. ૪

સઘન મેઘમાં બકમાલા સમ સોહે હરિ-ઉર હાર,
શ્યામ સંગ તું ગૌર વીજ શી રમ રતિએ સમુદાર. ૫

કટિ કાંચી પરહરતાં જઘન વસન સરકે એ રીતે,
કિસલય શયને કંજનયન રસિકેશ્વર રીઝવ પ્રીતે. ૬

હરિ અભિમાની, ને રજની આ જાય વહી, અવ શાણી,
સત્વર પૂર મનોરથ પ્રિયના; કહ્યું કર ઉમંગ આણી. ૭

પ્રમુદિત હૃદય અતીવ સદય રમણીય પુનિત વરણીય,
હરિચરણે વંદત જયદેવ ભણિત પદ આ કમનીય. ૮

-જયદેવ (સંસ્કૃત)
અનુ. રાજેન્દ્ર શાહ

૧. કવિ જયદેવના સુપ્રસિદ્ધ ‘ગીતગોવિંદમ્’નું આ ગીત પ્રણય અને સૌંદર્યનું અદભુત સાયુજ્ય સર્જે છે. સાંવરિયા પ્રિયતમને મળવા કામદેવને લોભાવે એવો મનોહર વેશ ધારી રતિસુખની ઈચ્છાથી અભિસારે નીકળેલી નિતમ્બિનિને કવિ હૃદયેચ્છાને અનુસરીને વાર ન લગાડવા કહે છે કારણ કે યમુનાતીરે શ્રી કૃષ્ણ એને આલિંગનબદ્ધ કરવા એની પ્રતીક્ષા કરી રહ્યા છે.

૨. એક તરફ પિયતમની વાંસળીના સૂરમાંથી તારા નામનો સંકેત તારી તરફ સરે છે તો બીજી તરફ તારા પગરવમાંથી વ્યક્ત થતા આનંદની ધૂળ લઈ પવન ક્હાન તરફ વહે છે.

૩. ખરતાં પાંદડાના મર્મરમાં કે પક્ષીની પાંખનો આછા ફફડાટમાં પણ તારો પગરવ સાંભળતા વિરહાતુર કૃષ્ણ શૈયા રચીને તારો જ રસ્તો નિહાળે છે. ઈંતજારની કેવી પરાકાષ્ઠા કે જ્યાં ઈશ્વર પણ બાકાત નથી રહેતા ! આ જ તો છે પ્રણયની તાકાત.

૪. ક્રીડા કરવા માટે ચંચળ અને વચાળ બની ગયેલા -તારા આગમનની અગાઉથી જ જાણ કરી દેતા- દુશ્મન સમા ઝાંઝરનો ત્યાગ કર અને રાત્રિની કાલિમાથી અંધ સમા બની ગયેલા આ વનકુંજમાં આકાશી શીલનો ઘુંઘટ સજીને તું ચાલ.

૫. ઘેરાયેલા મેઘમાં જેમ બગલાની માળા તેમ હરિના ઉરે હાર શોભી રહ્યો છે એજ રીતે શ્યામ કૃષ્ણના સંગમાં ગૌર વીજળી સમી તું ઉદાર થઈને રતિક્રીડામાં રમમાણ થઈ જા.

૬. કમરે ઘૂઘરિયાળો કંદોરો પહેરતી વેળાએ જાંઘ પરનું વસ્ત્ર સરકી જાય એવી ચેષ્ટા વડે કૂંપળોની શૈય્યા પર સૂતેલા કમળનયની રસિકેશ્વરને તું પ્રેમથી રીઝાવ.

૭. હરિ તો અભિમાની છે. એ પોતાના ઈંતજારને, પોતાના પ્રણયને કે પોતાની તડપને સામે ચાલીને વ્યક્ત નહીં જ કરે. એવી પ્રતીક્ષામાં રહેશે તો આ રાત વહી જશે. માટે ડાહી થઈને મારી વાત માન અને આનંદપૂર્વક સત્વરે પ્રિયના મનોરથ પૂર્ણ કર.

૮. આ કમનીય પદ કહીને કવિ જયદેવ જેનું હૃદય આનંદપ્રચુર છે અને અત્યંત દયામય છે એવા પરમ રમણીય પ્રભુને વંદન કરે છે.

Comments (6)

વિશ્વ-કવિતા:૦૮: દુ:ખ (હિન્દી) – સર્વેશ્વરદયાલ સક્સેના

દુ:ખ છે મારું
સફેદ ચાદર જેવું નિર્મલ
એને બિછાવીને સૂઈ રહું છું.

દુ:ખ છે મારું
સૂરજ જેવું પ્રખર
એની રોશનીમાં
તમામ ચહેરા જોઈ લઉં છું.

દુ:ખ છે મારું
હવા જેવું ગતિમાન
એના બાહુમાં
હું બધાને લપેટી લઉં છું.

દુ:ખ છે મારું
અગ્નિ જેવું સમર્થ
એની જ્વાળઓની સાથે
હું અનંતમાં પહોંચું છું.

– સર્વેશ્વરદયાલ સક્સેના
અનુ. સુરેશ દલાલ
આજે ‘દુ:ખ’ પરની અલગ જાતની કવિતાની વાત નીકળી છે તો આ કવિતા મૂકવાનો લોભ જતો કરી શકતો નથી. આ કવિતાને આગલી કવિતા સાથે સરખાવશો. માણસના વિકાસમાં દુ:ખ – અડચણ – મુસીબતો નું પણ આગવું મહત્વ છે. કવિઓને પ્રેમ પછી વધારેમાં વધારે કોઈ ચીજને ગાઈ છે તો એ છે દુ:ખ.

Comments (6)

વિશ્વ-કવિતા:૦૭: ભાગીદારી (ટર્કી) – ફૈયાઝ કયકન

મારે ઘણા દુ:ખ છે
હું મારા બધા દુ:ખને સારી રીતે જાણું છું
અને એ બધા પણ મને સારી રીતે ઓળખે છે
અમને એકબીજા સાથે સારું બને છે
એ મને કનડે તે મને જરાય ખૂંચતું નથી

કોઈ વાર પુસ્તક વાંચતા વાંચતા
માથું ઊંચું કરીને હું
એમને સલામ કરી લઉં છું.

કોઈ નવી મુસીબત આવી પડે તો
એ બધા એમનું માથું ઊંચું કરીને
મારી સામે જુએ છે અને શાંત થઈ જાય છે.

– ફૈયાઝ કયકન

દુ:ખ માણસને એટલો બધો લાંબો સમય સાથ આપે છે કે એ પોતાના અંગત માણસ જેવા જ થઈ જાય છે. કેટલીક વાર તો એ એટલા પોતિકા થઈ જાય છે કે નવી મુસીબતમાં એ ભાગીદારી કરાવે છે. દર્દકા હદસે ગુઝર જાના… જેવી જ વાત છે પણ બહુ અંગત દૃષ્ટિકોણથી કરી છે.

Comments (2)

વિશ્વ-કવિતા:૦૬: ત્રણ નિઃશ્વાસ (ઓડિયા) પ્રહરાજ નંદ, અનુ.:ભોળાભાઈ પટેલ

તારા પ્રથમ નિઃશ્વાસમાં
સહસ્ત્ર વસંતનો સ્પર્શ
અસંખ્ય પતંગિયાનું અરણ્ય
ઝરણાની વાયોલીનમાં ઝલકી જતી સ્વપ્નની રાગિણી
હું નિર્વાક્ !

તારા બીજા નિઃશ્વાસમાં
વૈશાખનો નિર્મમ પ્રશ્ન
વિદગ્ધ નીલિમાની વ્યાકુળતા
અશાન્ત પવનમાં વિપર્યસ્ત આંધીની મર્મર
અસ્તિત્વનો સમુદ્ર મારો જવલમાન !

તારા ત્રીજા નિઃશ્વાસમાં
કદંબરેણુની વર્ષા
વિસ્તારિત કેશકસ્તુરીની સૌરભ
અંધકારની કાળી શિલામાં ચંદ્રની અસમાપ્ત યંત્રણા
નિઃસંગ હું.

-પ્રહરાજ સત્યનારાયણ નંદ (ઓડિયા)
અનુ.: ભોળાભાઈ પટેલ

પ્રહરાજ નંદનું આ કાવ્ય વામનના ત્રણ પગલાંની યાદ અપાવે છે. વામન ભગવાને ત્રણ જ પગલાંમાં બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું હતું ત્યારે સમર્પણની જે ચરમસીમા અનુભવાય છે એવી જ પ્રેમની ઉત્કટતા પ્રેયસીના ત્રણ નિઃશ્વાસ સાથે અહીં અનુભવી શકાય છે. પ્રિયતમાનો નિઃશ્વાસ દિવસ અને રાત બંનેને-એમ આખા અસ્તિત્વને સ્પર્શે છે. એમાં હજારો વસંતનો સ્પર્શ અને અસંખ્ય પતંગિયાના ભાતીગળ રંગો ઉપરાંત રાતના સ્વપ્નોનું સંગીત એવી રીતે સરકી જાય છે કે કવિની વાચા હરાઈ જાય છે. બીજા નિઃશ્વાસમાં વૈશાખની નિર્મમ ગરમી, ભસ્મીભૂત થયેલી નીલિમાની વ્યાકુળતા અને પવન સુદ્ધામાં આંધી બની પ્રસરી ગયેલી અશાંતિ કવિના આખેઆખા અસ્તિત્વને બાળી નાંખે છે જાણે. ત્રીજા નિઃશ્વાસમાં અંધારાનો વ્યાપ કદી સમાપ્ત ન થનાર યંત્રણાની માફક કવિને સંગહીન -એકલો- કરી દે છે. ત્રણ નિઃશ્વાસમાં ક્રમશઃ વસંતના રંગો, વૈશાખનો તાપ અને કદી ખતમ ન થનાર અંધકાર સુધી ભાવકને ખેંચી લઈ જઈ કવિ વેદનાની કાલિમાથી એના હૃદયને સાંગોપાંગ ભરી દે છે…

Comments (3)

વિશ્વ-કવિતા:૦૫: – (ઈઝરાઈલ) યેહુદા અમિચાઈ અનુ.: ઇન્દ્રજીત મોગલ

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની વિનાશશક્તિના વર્તુલનો વ્યાસ સાત મીટર હતો.
અને એ મર્યાદાવર્તુલમાં પડ્યા હતા ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા
અને એમની આજુબાજુ વેદના અને સમયના વધુ વિસ્તરેલા વર્તુલમાં
વેરવિખેર ઊભાં છે બે દવાખાનાં અને એક કબ્રસ્તાન.
પણ સો કરતાં વધુ કિલોમીટર દૂરની ભૂમિમાંથી
આવેલી સ્ત્રીને જ્યાં ભૂમિદાહ કર્યો તે બિન્દુ
વર્તુલને ખૂબ વિસ્તારી દે છે.
અને તેના મૃત્યુ પર આંસુ સારતા એકાકી માનવીનું બિન્દુ
દૂરના પ્રદેશના એક દૂરના ખૂણામાં
સમસ્ત વિશ્વને વર્તુલમાં સમાવી લે છે.
અને હું ચૂપ જ રહીશ અનાથ બાળકોનાં આંસુ વિશે
કે જે ઈશ્વરના સિંહાસન સુધી પહોંચે છે
અને ત્યાંથી એ વધુ વિસ્તરી
વર્તુલને અનંત અને ઈશ્વરવિહોણું બનાવે છે.

યેહુદા અમિચાઈ (ઈઝરાઈલ)
અનુ.: ઇન્દ્રજીત મોગલ

ક્યારેક શબ્દો કોઈ શક્તિશાળી બૉમ્બ કરતાં પણ વધુ પ્રબળતાથી આપણને હચમચાવી શકે છે એની પ્રતીતિ આ કાવ્ય વાંચતાવેંત જ થાય. થોડું પણ મનુષ્યત્વ આપણી અંદર જીવતું ન હોય તો જ આપણી રગોમાં દોડતું લોહી થીજી જતું ન અનુભવાય આ વાંચીને. કવિ સેન્ટિમીટરથી શરૂ કરીને અનંતતા અને મનુષ્યથી શરૂ કરીને ઈશ્વર સુધી ની વેદનાદાયી યાત્રા કરાવે છે. વિનાશનો વ્યાપ ગણવા બેસનાર કેટલા મૂર્ખ હોય છે! તબાહીની ગણતરી લાશો કે ઘાયલોના આંકડાથી પર હોય છે. કોઈપણ તબાહી સંકેત છે એ વાતનો કે ઈશ્વર ક્યાંય નથી…

યેહુદા અમિચાઈનો જન્મ 03-05-1924ના રોજ જર્મનીમાં અને મૃત્યુ 2-09-2000ના રોજ ઈઝરાઈલમાં. ઈઝરાઈલમાં વર્નાક્યુલર હિબ્રુ ભાષાને સ્થાપિત કરવામાં એમનો મોટો ફાળો હતો. બાઈબલની ક્લિષ્ટ ભાષાને બદલે ઈઝરાઈલની શેરીઓની ભાષાને કવિતામાં સ્થાન આપીને એમણે લોકભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો હતો.

Comments (4)

Page 18 of 19« First...171819