ઈનકાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મકરન્દ દવે

મકરન્દ દવે શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અનંતે સરું - મકરંદ દવે
આ ગીત - મકરન્દ દવે
આ મોજ ચલી - મકરન્દ દવે
આંખ સામે રાખીએ - મકરન્દ દવે
આત્મની આરામગાહે - મકરંદ દવે
આવો ! - મકરંદ દવે
ઊંડી વાવમાં તડકો પેસવા જાય - મકરંદ દવે
એ દેશની ખાજો દયા - ખલિલ જીબ્રાન
એક ઘટનાને કાજે - મકરંદ દવે
એમ પણ નથી - મકરંદ દવે
કહેવાય નહીં - મકરંદ દવે
કાંઈ ખોયું નથી - મકરંદ દવે
કિરતાર તારી કળા ! - મકરંદ દવે
કોનો વાંક ? - મકરંદ દવે
ખોબે ખોબે આપું - મકરંદ દવે
ગઝલ - મકરંદ દવે
ગમ નથી - મકરંદ દવે
ગમતાંનો કરીએ ગુલાલ -મકરંદ દવે
ગોરજ ટાણે - મકરંદ દવે
ચણીબોર - મકરંદ દવે
ચમત્કારોની દુનિયામાં - મકરન્દ દવે
ચહું - માસુહિતો (અનુ. મકરન્દ દવે)
છતાં - - મકરંદ દવે
જિંદગી કોને કહો છો ? - મકરન્દ દવે
જિન્દગી-મકરંદ દવે
જિન્દગીનો તરાપો - -મકરંદ દવે
જ્યારે વિધાતાએ ઘડી દીકરી... - મકરન્દ દવે
ટહુકાનું તોરણ - મકરંદ દવે
ટહુકો - મકરન્દ દવે
ધુમ્મસ કેરી ધરતી - મકરંદ દવે
ધૂળિયે મારગ-મકરંદ દવે
પરમ સખા મૃત્યુ :૦૧: આજ મરી જાઉં તો - મકરંદ દવે
પૃથ્વી – મકરંદ દવે
બુઝાવી નાખો - મકરંદ દવે
બુદ્ધનું ગૃહાગમન - મકરંદ દવે
ભીતરનો સૂર - મકરંદ દવે
ભીનું છલ - મકરંદ દવે
મારામાં તું જ ઊમટે - મકરંદ દવે
મારામાં તું જ ઊમટે - મકરંદ દવે
મારી ગઝલમાં - મકરંદ દવે
મારું એકાંત - મકરંદ દવે
મારો અનહદ સાથે નેહ ! - મકરંદ દવે
મીઠડું લાગે - રવીન્દ્રનાથ ઠાકુર અનુ- મકરન્દ દવે
મુક્તક - મકરંદ દવે
યાદગાર ગીતો :૧૩: ગમતાંનો કરીએ ગુલાલ - મકરન્દ દવે
લા - પરવા ! - મકરન્દ દવે
વતની - મકરંદ દવે
વિદાય ટાણે - મકરંદ દવે
શું કરશો હરિ ? - રેઇનર મારિયા રિલ્કે - અનુ.-મકરંદ દવે
સત્યનું ગાન - મકરંદ દવે
હજો - મકરંદ દવે
હવે કેટલો વખત - મકરન્દ દવે
હારને હાર માની નથી - મકરંદ દવેઆંખ સામે રાખીએ – મકરન્દ દવે

અફસોસને આસન કદી જો આપશું,
                      જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
                      ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે;

આંખ સામે ઊગતો દિન રાખીએ,
                      જે મળી સૌરભ જીવનમાં ચાખીએ;
કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ
                      રંગ અંગોમાં નવા ઘૂંટી જશે.

મકરન્દ દવે

મકરંદ દવે એટલે “ગમતાંનો ગુલાલ” કરનાર ખુદાનો અલગારી બંદો. એમની કવિતાનો મુખ્ય રંગ ભગવો છે. સંતસાહિત્ય સાથે પ્રગાઢરીતે સંકળાયેલા મકરંદ દવેએ ભક્તિરસથી રંગાયેલી મસ્તીભરી કવિતાઓમાં અધ્યાત્મરંગને સહજરીતે સારવી આપ્યો છે. એમના કવિપિંડમાં જુદાં જુદાં અનેક બ્રહ્માંડો સમાવિષ્ટ છે. ગીત, ભજન, ગઝલ, સોનેટ, બાળકાવ્યો, નિબંધો, નવલકથા, ગીતનાટિકા – આ બધા એમના કાવ્યપિંડની નિપજ છે. જન્મ: ૧૩-૧૧-૧૯૨૨. નંદીગ્રામ સંસ્થાના સર્જક. કાવ્યસંગ્રહો: ‘તરણાં’, ‘જયભેરી’, ‘ગોરજ’, ‘સૂરજમુખી’, ‘સંજ્ઞા’, ‘સંગતિ’, ‘હવાબારી’, ‘અમેરિકાનો ચિરંતન ચહેરો’ વિ. ‘મકરંદ-મુદ્રા’ (સમગ્ર કવિતા).

Comments

આવો ! – મકરંદ દવે

અમે રે સૂકું રૂનું પૂમડું,
     તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
     વીંધો અમને વ્હાલા, આરંપાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે, સૂના ઘરનું જાળિયું,
     તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
     ભરો લખ લખ અદીઠા અંબાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈખાધું ઈધણું,
     તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
     આપો અમને અગનના શણગાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

– મકરંદ દવે

આ ભક્તિગીતમાં ઈશ્વર માટે કવિ જીવણ શબ્દ વાપરે છે. કવિએ અહીં અદભૂત રૂપકોની રેલમછેલ કરી દીધી છે. આપણા શ્રેષ્ઠ સર્જકોમાંથી એક એવા મકરંદ દવેના અવસાનને આ મહીનાના અંતે એક વર્ષ પૂરું થશે.

Comments (4)

ગમતાંનો કરીએ ગુલાલ -મકરંદ દવે

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ. 

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.

-મકરંદ દવે

Comments (3)

Page 6 of 6« First...456