તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.
ગિરીશ મકવાણા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બ્લોગજગત

બ્લોગજગત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

'ડી'નું (બ્લોગ) જગત
'લયસ્તરો'ની સફરને આજે પાંચ વર્ષ પૂરાં થયાં...
"શબ્દો છે શ્વાસ મારા"ની અગિયારમી વર્ષગાંઠ પર...
મહેફીલ-એ-સોનલ અને વાર્તા રે વાર્તા
શબ્દો છે શ્વાસ મારાં
અગિયારમી વર્ષગાંઠ... ૩૫૦૦ પૉસ્ટ...
અભિયાને લીધી ગુજરાતી બ્લોગ-વિશ્વની નોંધ...
અલવિદા, સુરેશભાઈ !
આપને સ્નેહભીનું આમંત્રણ છે... (લયસ્તરોની છઠ્ઠી વર્ષગાંઠ પર)
ઇ-પુસ્તક : ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો
ઊર્મિનો સાગર
એક વધુ ગુજરાતી બ્લોગ માણો
ઓન-લાઇન ગુજરાતીની ઝળહળતી મશાલ...
કવિ ડૉટ કોમ
કવિતા અને કમ્પ્યુટરનો કલાકાર
કેમ આવું ?
ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે ટહુકો.કોમને એવોર્ડ
બે નવા ગુજરાતી બ્લોગ
બે નવા બ્લોગ
બે વધુ ગુજરાતી બ્લોગ
ભરબપોરે સૂર્યાસ્ત.... (મૃગેશ શાહ - રીડગુજરાતી.કોમ)
મારી પહેલી ટપાલ!
મારો અભાવ - મનોજ ખંડેરિયા
મોરપિચ્છ અને ટહુકો
રીડગુજરાતી. કોમ કોમામાં....
લયસ્તરો બ્લોગનું નવું સરનામું !
વધુ કેટલાક ગુજરાતી બ્લોગ
વધુને વધુ નવા બ્લોગ !
વર્ષગાંઠ મુબારક, રીડગુજરાતી.કોમ !
શબ્દોનું સ્વરનામું - દ્વિતીય કડી
સ્વાગત ગુજરાતી બ્લોગ-જગતમાં - 'કડવા કાઠિયાવાડી' !
સ્વાગત વિવેક !
સ્વાગત સુરેશભાઈ !કવિ ડૉટ કોમ

ગુજરાતી બ્લૉગ્સની જ્યારે શરૂઆત થઈ ત્યારે જ ખાતરી હતી કે આવતીકાલે પુસ્તકનો ઉંબરો વળોટીને સાહિત્ય અહીં આવશે જ અને ઇન્ટરનેટ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું બની રહેશે… સાહિત્યરસિકો તો લગભગ મચી જ પડ્યા છે પણ પ્રતિષ્ઠિત કવિઓ અને એમના પરિવારજનો પણ હવે આમાંથી બાકાત નથી… વધુ ને વધુ કવિઓ નેટ-ગુર્જરીના સભ્ય બની રહ્યા છે એ જોતાં ‘નવા સરનામાં’વાળી ભવિષ્યવાણી લગીરેય ખોટી પડે એમ લાગતું નથી… નથી માનતા ? આ કવિઓ અને એમની વેબસાઈટ્સનું લિસ્ટ જ જોઈ લ્યો ને !!

– અને હવે દિગ્ગજ કવિઓ પણ આ હરોળમાં જોડાયા છે… ક્યારેક કવિ પોતે પોતાની હયાતીમાં તો ક્યારેક કવિના સંતાનો કે મિત્રો એમના દેહાવસાન બાદ… પણ આ ‘ટ્રેન્ડ’ સૂચક છે આવતીકાલના ઊજળા અજવાળાનો !

(તા.ક.: કોઈ કવિની વેબસાઈટ કે બ્લૉગ આ લિસ્ટમાં સરતચૂકથી રહી ગયું હોય તો જણાવવા વિનંતી)

Comments (30)

વર્ષગાંઠ મુબારક, રીડગુજરાતી.કોમ !

આપણા બઘાની પ્રિય ગુજરાતી વેબસાઈટ, રીડગુજરાતી.કોમ આજે બે વર્ષ પૂરા કરે છે. રીડગુજરાતી ટીમને (એટલે કે મૃગેશને!) હાર્દીક શુભેચ્છાઓ. રીડગુજરાતીએ બે વર્ષમાં જેટલા સત્વશીલ સાહિત્યને વેબ મૂક્યું છે એટલું કોઈએ મૂક્યું નથી. પહેલી વાર રીડગુજરાતી વિષે નવેમ્બર 2005માં લયસ્તરો પર લખેલું ત્યારે રીડગુજરાતી પા-પા પગલી પાડતુ’તુ. હવે તો એ વટવૃક્ષ થઈને વિકસ્યું છે. આગળ જતા રીડગુજરાતી વધુને વધુ વિકસે એવી આશા સાથે મૃગેશને અભિનંદન !

Comments (1)

અલવિદા, સુરેશભાઈ !

આજથી લગભગ એક વર્ષ પહેલા સુરેશભાઈ લયસ્તરોમાં જોડાયા હતા અને લયસ્તરોની મહેફીલમાં એ પોતાનો રસ ઉમેરતા રહ્યા હતા. છેલ્લા થોડા વખતથી એ ઉંઝા જોડણીના રંગે રંગાતા જતા’તા એનો તો મને ખ્યાલ હતો. પણ એમનો આ નવો પ્રયોગ એમના માટે કેટલો પ્રિય થઈ ગયો છે એની મને જાણ નહોતી.

આ અઠવાડિયે અચાનક એમણે પત્ર લખીને મને જણાવ્યું કે –

“મને લાગે છે કે જો હવે હું પરંપરાગત જોડણીમાં લખવાનું ચાલુ રાખીશ તો હું ઉંઝા જોડણી તરફના મારા લગાવને અન્યાય કરી રહ્યો છું … બે અલગ જોડણી વપરવાનું મારા માટે મુશ્કેલ છે. એ મારા માટે માનસિક યાતના છે. એટલે હું લયસ્તરોમાંથી તરત જ છૂટો થઈ જવા માગું છું.”

લયસ્તરોમાં લખવાનું સુરેશભાઈ ભલે છોડી શકે પણ કવિતાની રંગત તો એ કદી છોડી શકવાના નથી એ ચોક્કસ વાત છે. અને ગુજરાતી કવિતાના ચાહક તરીકેનો સંબંધ તો કદી ભૂંસાઈ શકવાનો નથી. ન તો હું ભાષાવિદ્ છું કે ન તો મને જોડણીનો મોટો અભ્યાસ છે. એ વિષય પર મારું જ્ઞાન તદ્દન સિમિત છે. આ પરંપરાગત વિ. ઉંઝા જોડણીના વિવાદમાં હું મારી તતૂડી વગાડવાની ગુસ્તાખી કરું તો મૂરખ જ ઠરું. હું તો મને જે ગમે એ રસ્તા પર ચાલુ છું. અને આ ઉંઝા જોડણી હજુ મારી આંખને કે મારા દિલને ગમતી નથી.

જ્યારે જ્યારે હું કોઈ મિત્ર સાથે સહમતિ સાધી શક્તો નથી ત્યારે હું ફ્રેંચ વિચારક વોલ્ટેઈરની આ વાત કહું છું.

I do not agree with what you have to say, but I’ll defend to the death your right to say it.

સુરેશભાઈ, આજે હું તમને પણ એ જ વાત કહું છું. લયસ્તરો તરફથી, હું અને વિવેક બન્ને, તમને સફળતા ઈચ્છીએ છીએ.

Comments (4)

મારી પહેલી ટપાલ!

આભાર ધવલ વિવેક ( શ્વેત શાણપણ !)

ગુજરાતી બ્લોગ જગતમાં આ એક બીજું પગલું છે, જેમાં સહકાર અને સહ અસ્તિત્વની ભાવનાથી પ્રેરાઇને, સાવ અજાણ્યા અને જે હજુ સુધી એક બીજાને મળ્યા પણ નથી, તેવી વ્યક્તિઓ એક જ શ્વાસની મહેંક માણીને ‘ગમતાંનો ગુલાલ’ કરવા કટિબધ્ધ થયા છે. પહેલા પગલામાં મૃગેશ, હરીશભાઇ અને હું ‘ગુજરાતી સર્જક પરિચય’ માં સાથે કામ કરવા જોડાયા હતા.

મારું એક સ્વપ્ન અહીં ફરીથી દોહરાવું છું કે, આપણે સૌ આ બ્લોગ મધુશાલાના દિવાનાઓનું એક એવું સુંદર વિશ્વ રચીએ અને એવાં એવાં નૂતન સર્જનો કરીએ, જેના થકી મા ગુર્જરીની શાન વિશ્વભરમાં પ્રસરે, અને અખિલ વિશ્વ માં પથરાયેલા સૌ ગુજરાતીઓ આપણા આ આનંદમાં સહભાગી થાય.

Comments (2)

સ્વાગત સુરેશભાઈ !

શ્રી સુરેશભાઈ જાની આજથી લયસ્તરોમાં જોડાય છે. ગુજરાતી બ્લોગજગતમાં સુરેશભાઈને ન ઓળખતું હોય એવું કોઈ મળવું મુશ્કેલ છે. ટેક્સાસ, યુ.એસ.એ.માં રહેતા સુરેશભાઈ ગુજરાતી બ્લોગજગતના સૌથી વધુ સક્રીય સભ્યોમાંથી એક છે. એમના સ્વરચિત કૃતિઓનો બ્લોગ અને કાવ્ય-રસાસ્વાદ બ્લોગ આપણા બધાના માનીતા છે. એમનો નવો, સૌથી વધુ રસપ્રદ અને મહત્વકાંક્ષી બ્લોગ છે – ગુજરાતી સર્જક પરિચય. એમાં એ ગુજરાતી ભાષાના બધા સર્જકોનો પરિચય કરાવવાનું ધ્યેય રાખે છે.

સુરેશભાઈ લયસ્તરોમાં જોડાય છે એ અત્યંત આનંદની ઘટના છે. એમના વાંચન અને અનુભવોનો આપણને બધાને ઘણો લાભ મળશે. અત્યારે એ અઠવાડિયે બે દિવસ કાવ્યો આપણી સમક્ષ રજુ કરવાના છે. વધુને વધુ સાથીઓ મળતા જવાથી લયસ્તરોની મહેફીલ વધુને વધુ જામતી જાય છે એ સૌથી વધારે મઝાની વાત છે. લયસ્તરોમાં આપનું હાર્દિક સ્વાગત છે, સુરેશભાઈ !

Comments (7)

ઊર્મિનો સાગર

ઊર્મિનો સાગર એ ઊર્મિની કવિતાઓ બ્લોગ છે.એની પોતાની કવિતાની સાથે જ એ પોતાને ગમતી બીજા કવિઓની કવિતાઓ પણ રજૂ કરે છે. પહેલી કવિતા એણે કવિ કાંતની પ્રસિદ્ધ રચના સાગર અને શશિ આજે મૂકી છે, ખાસ કારણ એ કે આજે કવિની પૂણ્યતિથિ છે. કવિનો પહેલો (અને એકમાત્ર) કાવ્યસંગ્રહ પૂર્વાલાપ જે દિવસે પ્રગટ થયેલો એજ દિવસે એમનું અવસાન થયેલું.

ઊર્મિની પોતાની રચનાઓ પણ સશક્ત છે. એમાંની એક રચના અહીં જુઓ.

ઉજાસને ખોબામાં ભરતા મને જોઇને,
મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય. 

રણને તરસથી તરફડતું જોઇને,
ઝાંઝવાનાં જળ પીરસી ગયો સમય.

Comments (1)

મોરપિચ્છ અને ટહુકો

સાન ફ્રાન્સિસ્કોથી જયશ્રીએ બે સરસ ગુજરાતી બ્લોગ શરુ કર્યા છે.બન્નેના નામ પણ મઝાના રાખ્યા છે – મોરપિચ્છ અને ટહુકો.

મોરપિચ્છમાં એ કવિતા, ફોટા, પોતાના વિચારો અને સમાચારો મૂકવાનો વિચાર રાખે છે. જ્યારે ટહુકો બ્લોગમાં માત્ર સંગીત વિષયક વાતો આવશે. શરુઆતના પોસ્ટ પરથી આ બન્ને બ્લોગ ખૂબ રસપ્રદ બની રહેશે એવું લાગે છે. ઓલ ધ બેસ્ટ, જયશ્રી.

Comments (1)

વધુને વધુ નવા બ્લોગ !

નવા બ્લોગનો હવે અઠવાડિક વિભાગ શરુ કરવો પડશે એમ લાગે છે ! ગુજરાતી બ્લોગજગતમાં આટલા બધા લોકો આટલી ઝડપથી જોડાશે એવી કલ્પના પણ કોણે કરેલી ?

  • વિચાર જગત ( A Surati’s view ) એ બેંગલોરમાં ભૂલા પડેલા મૂળ સૂરતી નિમેષનો બ્લોગ છે. એમાં એણે પોતાના વિચારો અને અનુભવો મુક્યા છે.
  • Arsh’s Collection એ નિશિથ શુક્લનો સ્વરચિત કાવ્યોનો બ્લોગ છે.
  • કલરવ એ વિવેક શાહનો ગુજરાતી ગીતોનો બ્લોગ છે. એના પર તમે ગુજરાતી ગીતો સાંભળી શકો છો.

બધાનું ગુજરાતી બ્લોગજગતમાં સ્વાગત !

Comments

‘ડી’નું (બ્લોગ) જગત

વડોદરાથી ‘ડી’એ નવો બ્લોગ Dee’s World શરુ કર્યો છે. બ્લોગ પર અત્યારે એની સ્વરચિત લઘુકવિતાઓ છે. આશા રાખીએ કે એ વધુને વધુ સામગ્રી બ્લોગ પર લાવે. અહીં એની જ એક લઘુકવિતા માણો. 

મારો પરિવાર એટલે
સાંજ…
દરિયો…
રેતી…
ઉદાસી..
અને
હું.

(આભાર, વિશાલ)

Comments (4)

બે નવા બ્લોગ

શ્રી હરીશભાઈ દવેએ ‘નવ-સુદર્શક’ ઉપનામથી બે નવા બ્લોગ શરુ કર્યા છે. પહેલો બ્લોગ મારો ગુજરાતી બ્લોગ એમના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ છે. જ્યારે બીજો ગુજરાત અને ગુજરાતી એ એમની સ્વરચિત કવિતાનો બ્લોગ છે. એમણે અહીં એમણે પોતે બનાવેલો કાવ્યપ્રકાર મુકતપંચિકા રજૂ કરેલો છે. આ મુક્તપંચિકા લગભગ તાન્કા જેવો જ લઘુકાવ્ય પ્રકાર છે અને માણવાલાયક છે.

આ બન્ને બ્લોગ પર અત્યારે એ ગુજરાતી ઈમેજ તરીકે રજૂ કરે છે પણ થોડા જ વખતમાં એ બીજા બ્લોગની જેમ યુનિકોડ વાપરવા માંડવાના છે – જો એમનું કોમ્પ્યુટર સાથ આપે તો !

Comments

Page 2 of 4123...Last »