હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
સુંદરમ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જલન માતરી

જલન માતરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આગવી છે - જલન માતરી
ગુજરાતી ગઝલમાં 'મૃત્યુ' :કડી ૦૫
ગુજરાતી ગઝલમાં લાશનું તરવું
દિગ્ગજ શાયરોની મનભાવન મહેફિલ...
નહીં આવે - જલન માતરી
નહીં આવે… - 'જલન' માતરી
પયંબરની સહી - જલન માતરી
બની જા - જલન માતરી
માપસરના આંસુ - જલન માતરી
યાદગાર મુક્તકો : ૦૮ : જલન માતરી, દિલીપ મોદી
સહી નથી - જલન માતરી
સાબરમતી નથી - જલન માતરીબની જા – જલન માતરી

કહું છું ક્યાં કે પયગમ્બર બની જા,
વધારે   ચાંદથી  સુંદર  બની જા;
જગે    પુજાવું   જો   હોય   તારે
મટી જા માનવી પથ્થર બની જા.

– જલન માતરી

Comments (4)

સહી નથી – જલન માતરી

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

– જલન માતરી

Comments (6)

Page 2 of 212