એટલો પાસે ગયો કે થઈ ગયું-
દાઝવું નક્કી, અડું કે ના અડું.
ભાવિન ગોપાણી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રવીન્દ્રનાથ ઠાકુર

રવીન્દ્રનાથ ઠાકુર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(તૈયાર છું) - રવીન્દ્રનાથ ટાગોર, અનુ.: શૈલેશ પારેખ
Heaven of Freedom - રવીન્દ્રનાથ ઠાકુર
અંતર મમ વિકસિત કરો
એક સવારે - રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)
એકલો જાને રે - રવીન્દ્રનાથ ઠાકુર
કરો રક્ષા વિપદમાંહી - રવીન્દ્રનાથ ઠાકુર
ખાલી ખુરશી - રવીન્દ્રનાથ ઠાકુર
ગીત મારાને શું હવે શણગાર ? - રવીન્દ્રનાથ ટાગોર (અનુ. સુરેશ દલાલ)
ગીતાંજલિ - 21 -રવીન્દ્રનાથ ઠાકુર
ગીતાંજલિ - પુષ્પ:૦૧: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)
ગીતાંજલિ - પુષ્પ:૦૨: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)
ગીતાંજલિ - પુષ્પ:૦૪: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)
ગીતાંજલિ – પુષ્પ:૦૩: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)
ગીતાંજલિ: ૨૧ : - રવીન્દ્રનાથ ઠાકુર (અનુ.: નગીનદાસ પારેખ)
ગીતાંજલી - 67 -રવીન્દ્રનાથ ઠાકુર
નહીં રહે ?? -રવીન્દ્રનાથ ઠાકુર અનુ- ઉમાશંકર જોશી
ન્યાય-દંડ - રવીન્દ્રનાથ ઠાકુર [ અનુ - નગીનદાસ પારેખ ]
પ્રતિજ્ઞા - રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ
પ્રશ્ન - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ.ઉમાશંકર જોશી
પ્રાણ - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ.-નગીનદાસ પારેખ
પ્રાર્થના - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ-નગીનદાસ પારેખ
બંદી - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ- નગીનદાસ પારેખ
મધુર આશીર્વાદ - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ- ઉમાશંકર જોશી
મરીચિકા - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ-નગીનદાસ પારેખ
મીઠડું લાગે - રવીન્દ્રનાથ ઠાકુર અનુ- મકરન્દ દવે
મુક્તિ - - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ-રમણલાલ સોની
મુક્તિ - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ.નગીનદાસ પારેખ
રવીન્દ્રનાથ ઠાકુર - ગીતાંજલિ - 14
રૂપ-નારાનેર કૂલે - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ.- ઉમાશંકર જોશી
વિફલ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)
સુ.દ. પર્વ :૦૧: ગીત - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ-સુરેશ દલાલ
સ્વર્ગ મારું - રવીન્દ્રનાથ ઠાકુર
હિંસક રાત્રિ - રવીન્દ્રનાથ ઠાકુર - અનુ - નગીનદાસ પારેખHeaven of Freedom – રવીન્દ્રનાથ ઠાકુર

જ્યાં રહે મન નિર્ભય અને
શિર ઉન્નત ને 
હો જ્ઞાન મુક્ત,

જ્યાં સંકુચિત મનોવૃત્તિથી
નથી જગત વિભાજિત
અને સત્યના ઊંડાણેથી
થતા શબ્દ ઉદ્ ભવિત,

જ્યાં સત્યની શોધ
સદા અવિરત, અસ્ખલિત,

જ્યાં તર્કનો શુધ્ધ નિર્ઝર
ન સુકાતો રૂઢિના રણે
અને સદા વિસ્તરતા વિચાર અને
કર્મના ગગને અનુસરે
મન તારા પગલે,

હે, નાથ!
જગવ મુજ દેશને
એ મુક્તિના સ્વર્ગે.

રવીન્દ્રનાથ ઠાકુર

ભાષાંતર – શૈલેશ પારેખ

Where the mind is without fear,
and the head is held high.

Where knowledge is free.

Where the world has not broken up
Into small fragments
by narrow domestic walls.

Where words come out
from the depth of truth.

Where tireless striving stretches
Its arms towards perfection.

Where the clear stream of reason
Hasn’t lost its way,
Into dreary, desert sand of dead habit.

Where the mind is led forward by Thee
Into ever-widening thought and action.

Into that heaven of freedom, O, father!
Let my country awake.

Ravindranath Tagore

ભારતને આઝાદ થયે સાઠ વર્ષ પુરા થશે.
આમાંની કેટલી આઝાદી દેશવાસીઓ પામ્યા?

Comments (1)

કરો રક્ષા વિપદમાંહી – રવીન્દ્રનાથ ઠાકુર

કરો રક્ષા વિપદમાંહી , ન એવી પ્રાર્થના મારી.
વિપદથી ના ડરું કો’દી, પ્રભુ એ પ્રાર્થના મારી.

ચહું દુઃખ તાપથી શાંતિ, ન એવી પ્રાર્થના મારી.
સહુ દુઃખો શકું જીતી, પ્રભુ એ પ્રાર્થના મારી.

સહાયે કો ચડે આવી, ન એવી પ્રાર્થના મારી.
તૂટે ના આત્મબળ દોરી, પ્રભુ એ પ્રાર્થના મારી.

મને છળ હાનિથી રક્ષો, ન એવી પ્રાર્થના મારી.
ડગું ના આત્મ પ્રતીતિથી, પ્રભુ એ પ્રાર્થના મારી.

પ્રભુ તું પાર ઊતારે, ન એવી પ્રાર્થના મારી.
તરી જવા ચહું શક્તિ, પ્રભુ એ પ્રાર્થના મારી.

તું લે શિરભાર ઉપાડી, ન એવી પ્રાર્થના મારી.
ઉઠાવી હું શકું સહેજે, પ્રભુ એ પ્રાર્થના મારી.

સુખી દિને સ્મરું ભાવે, દુઃખી અંધાર રાત્રીએ
ન શંકા તું વિશે આવે, પ્રભુ એ પ્રાર્થના મારી.

– રવીન્દ્રનાથ ઠાકુર

ભારતના મહાકવિની આ રચના બહુ જ જાણીતી છે. પણ અનુવાદ કોણે કરેલો છે તે ખબર નથી.

Comments

ગીતાંજલી – 67 -રવીન્દ્રનાથ ઠાકુર

તું છે આકાશ મારું અને તું જ મારો માળો.

હે સુંદર, માળામાં
તારો પ્રેમ, મારા આત્માને વીંટાળતો નાદમાં, રંગમાં, સુગંધમાં.

દક્ષિણ હસ્તે, સુવર્ણપાત્રે, સૌંદર્યમાલા ધરી,
પધરામણી ત્યાં પ્રભાતની, દેતી ધરતીને વધામણી.

ત્યાં સંધ્યા પથરાતી મેદનીવિહીન મેદાને,
સાથે લાવતી શીતલ, શાંત સમીર, ભરી એના સુવર્ણકળશે.

પણ જ્યાં આત્મા મુક્ત વિચરતો, તે અનંત આકાશે
દશ દિશા ચમકતી નિષ્કલંક, નિરભ્ર, શુભ્ર, તેજપુંજે.
ન દિવસ, ત્યાં ન રાત, ન રંગ ત્યાં ન આકાર,
અને શબ્દનો સદંતર અભાવ.

-રવીન્દ્રનાથ ઠાકુર
અનુવાદ – શૈલેશ પારેખ

ગીતાંજલીના ગુજરાતીમાં નવ અનુવાદ થયા છે. એમાં સૌથી છેલ્લો શ્રી શૈલેશ પારેખે કરેલો અનુવાદ છે. મૂળ અંગ્રેજી (જે પોતે પણ બંગાળી પરથી અનવાદ છે) પરથી કરેલો આ સરળ અને સહજ અનુવાદ તરત મનમાં વસી ગયો. રવીન્દ્રનાથની આ સનાતન કવિતાઓ આમ પણ કાળ અને ભાષાના બંધનોથી ક્યાંય પર છે. એમાં સંઘરાયેલા અર્થ અને વિસ્મય ધીરે ધીરે ખૂલે છે અને તમારા પોતાના મનની સ્થિતિ પ્રમાણે બદલાય પણ છે.
(નિરભ્ર=વાદળાં વિનાનું)

Comments (1)

Page 4 of 4« First...234