શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ ?
એને મારું એક મન ઓછું પડ્યુ ? કોને ખબર ?
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રમેશ શાહ

રમેશ શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(શંકા નથી) – રમેશ શાહ

એક તો વિચાર એ નિર્બંધ છે, શંકા નથી,
માનવીને માનવીની ગંધ છે, શંકા નથી.

ડાળીઓ ને પાન વચ્ચે જે સતત જળવાય છે,
સાચવી લો, એ જ તો સંબંધ છે, શંકા નથી.

દિલ, દીવાલો, પહાડ, રસ્તા- બસ, તિરાડો છે બધે,
કંઈ નથી એવું કે જે અકબંધ છે, શંકા નથી.

ના મળ્યા ઘરમાં તમે તો રંજ એનો શો ભલા?
અહીં મળ્યા એ પણ ઋણાનુબંધ છે, શંકા નથી.

– રમેશ શાહ

મજાની ગઝલ છે, શંકા નથી…

Comments (2)