તારા નખ પર છે ડાઘ એના હજુ
લાગણી કોઈ ખણી છે સમજી જા
સંજુ વાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાજુ રબારી

રાજુ રબારી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

થાય છે - રાજુ રબારીથાય છે – રાજુ રબારી

પંખીઓના રોજ મેળા થાય છે,
એટલે તો સાંજવેળા થાય છે.

એટલે વરસી પડે છે વાદળાં,
આભમાં પાણીય ભેળાં થાય છે.

સંતુલન કેવું હશે ઈશ્વર તણું,
સાપની સાથે જ શેળા થાય છે !

પારખાં ત્યારે જ મિત્રોના થશે,
કોઈની વેળા કવેળા થાય છે.

– રાજુ રબારી

વાતો તો એની એ જ છે પણ જે વાત ધ્યાન ખેંચે છે એ છે કવિનો નોખો અંદાજ-એ-બયાઁ. છેલ્લા શેરમાં કવિએ જે રીતે “વેળા કવેળા” શબ્દપ્રયોગ કર્યો છે એ સાચે જ કાબિલ-એ-દાદ છે…

Comments (11)