ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ચન્દ્રકાન્ત ધલ

ચન્દ્રકાન્ત ધલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

યાચના - ચન્દ્રકાન્ત ધલયાચના – ચન્દ્રકાન્ત ધલ

ખાવાનું આપતી વખતે
પાંજરાના પોપટે મને કહ્યું:
‘તમે મને ખાવા-પીવાનું આપો છો
એ બરાબર છે
પણ
મારી પાંખો કાપી આપોને
મને એનો
બહુ
ભાર લાગે છે.’

– ચન્દ્રકાન્ત ધલ

એક જ લીટીની કવિતા પણ જાણે કોઈ આપણી છાતીમાં તીક્ષ્ણ કટારી હુલાવી ન દેતું હોય એવી ટીસ કાયમ માટે મૂકી જાય એવી.

Comments (4)