અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પ્રશાંત સોમાણી

પ્રશાંત સોમાણી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

કરામત કરી છે - પ્રશાંત સોમાણી
ન્યાય નથી - પ્રશાંત સોમાણીન્યાય નથી – પ્રશાંત સોમાણી

કોઈની લાગવગ ત્યાં ક્યાંય નથી.
મોક્ષ સારા કરમ સિવાય નથી.

હાલ મારા તને તો જાણ હતી,
જાતની પણ મને સહાય નથી.

વેર લીધા પછી શું શાંતિ થશે?
શોધ, બીજો કશો ઉપાય નથી?

એની પાસે હવે શું આશ ભલા,
મહેરબાનીમાં જેની ન્યાય નથી.*

એટલે તો જગત જલે છે ‘પ્રશાંત’,
આપણી વચ્ચે અંતરાય નથી.

– પ્રશાંત સોમાણી

સાદ્યંત સુંદર રચના… વેર વિશે સાવ સહજ બાનીમાં લખાયેલો શેર તો શિરમોર !

(*તરહી પંકિત: – મરીઝ)

Comments (6)

કરામત કરી છે – પ્રશાંત સોમાણી

કહો કોણે કોની સજાવટ કરી છે ?
ધરા સાથ આભે કરામત કરી છે.

હા, મેં છંદ સાથે શરારત કરી છે,
છતાં મારી ગઝલે કરામત કરી છે.

અમીરી ગરીબી બઘું જોઈ લીઘું,
પછી આજ સાથે પતાવટ કરી છે.

હતા સત્યને ચાહનારા, છતાં પણ
તમે મારી સાથે બનાવટ કરી છે.

ઉદાસી નથી આવતી કઈ અમસ્તી,
ખુશીએ જ નક્કી બગાવત કરી છે.

– પ્રશાંત સોમાણી

સહજ-સરળ અને મજાની ગઝલ. છંદ સાથેની શરારતવાળો શેર મારા જેવા દુરાગ્રહી માટે જ લખાયો હોય એમ લાગે.
🙂

Comments (20)