હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.
બરકત વિરાણી ‘બેફામ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભગવતી પંડ્યા

ભગવતી પંડ્યા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

અકળને તાગો - ભગવતી પંડ્યાઅકળને તાગો – ભગવતી પંડ્યા

સાગરતળિયે સોય સૂતી ને વાદળ વચ્ચે ધાગો
કળાય એટલું કળી અકળને તાગો

નાદબ્રહ્મથી ઝરતું રે કૈં અબરખ ઘોળ્યું વ્હેણ
ધવલ-સ્ફટિકી રૂપ આંજતું અગમ આછર્યું ઘેન
બોલ પકડવા કે ઝીલવા પ્રતિસાદો
કળાય એટલું કળી અકળને તાગો…

તોય થયાં ના વસ્ત્ર ફૂલનાં પતંગિયાં કંતાયાં
સોનપરીના સ્પર્શ સમું આ શહેર નર્થની છાયા
વ્યથા કુંવારી ને અઘરા અનુરાગો
કળાય એટલું કળી અકળને તાગો…

– ભગવતી પંડ્યા

ભગવા ઓછાયાવાળું ગીત… “નર્થની” શબ્દ મારા માટે નવો છે. કોઈ મદદ? છાપકામની ભૂલ હશે?

Comments (4)