આખ્ખા ઘરમાં માર્યો આંટો,
કોણ મળ્યું, કહું ? હા, સન્નાટો.
ફૂલ જરા એ રીતે ચૂંટો,
મ્હેક ઉપર ના પડે લિસોટો.
જિગર જોષી ‘પ્રેમ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઉષા શાહ

ઉષા શાહ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - ઉષા શાહગઝલ – ઉષા શાહ

હું નદીની જેમ વ્હેવાની નથી,
ને ગગન ઓઢીને રહેવાની નથી.

આંખમાં ભીનાશ જેવું કંઈક છે,
પણ તમારું નામ લેવાની નથી.

સ્વપ્ન આ થીજે, નયન રીઝે તો શું ?
ચંદ્ર ! તારી રંગતો છાની નથી.

એષણાની આંખ વનમાં તગતગે,
રાહબર છે સાથ, ડરવાની નથી.

રેતમાં ત્રોફેલ તારું નામ છે,
પણ પવનને કૈં જ કહેવાની નથી.

– ઉષા શાહ

આમ તો બધા જ શેર સ-રસ છે પણ આંખમાં ભીનાશવાળી વાત અને રેતમાં ત્રોફેલ નામવાળી વાત તો ભઈ, વાહ !

Comments (10)