હસીને આવકાર્યો તેં, હસીને તેં વિદાય આપી,
હું આવ્યો’તો ભરમ લઈને, હું જાઉં છું ભરમ લઈને.
– બરકત વીરાણી ‘બેફામ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મુકેશ પુરોહિત

મુકેશ પુરોહિત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તમે અને હું – મુકેશ પુરોહિત

તમે હંસ હું મોતી
પાણી લાગે અમથું ખારું નથી હવે હું રોતી

ઉપર શાંત પરંતુ પાણી અંદર બહુ હઠીલાં,
અઘરા આ સરવરની અંદર નથી ક્યાંય પણ ચીલા,
ઊંડી ડૂબકી મારી મુજને તળિયે લેજો ગોતી.

પાંખ હોય તો કે’ દિવસની આવી હોત કિનારે,
ચાંચ મહીં બિડાઈ જવાનો ખરો ઈરાદો મારે,
બંધ છીપમાં ભવભવથી હું વાટ તમારી જોતી.

– મુકેશ પુરોહિત

કેવી સરળ ભાષા અને પ્રણયની કેવી તીવ્રત્તમ આરત ! આમ તો છીપ અને ખારાં પાણીને સામાન્યતઃ સરોવર સાથે સંબંધ નથી અને હંસની વાત કરીએ તો એને દરિયા સાથે લેતી-દેતી નથી પણ ગીત એવું ફક્કડ થયું છે કે આટલું પોએટિક લાઇસન્સ સહજ સ્વીકારી લેવાનું મન થાય…

Comments (1)