હાથ લંબાવી, લે ઝીલી લે મને,
આભથી વરસે છે જે એ હું જ છું.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for માધવપ્રિયસ્વામી

માધવપ્રિયસ્વામી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

લેખાં-જોખાં - માધવપ્રિયસ્વામીલેખાં-જોખાં – માધવપ્રિયસ્વામી

તૂટેલી કલમું ને ભાંગેલા ત્રાજવાં,
.                         કેમ થાય લેખાં ને જોખાં !

ડૂબી ગઈ પેઢિયું ને લૂંટાયા માલ રામ,
.                         ખટકે છે ખાલી આ ખોખાં !

સિંહોની બોડ્ય જિયાં રુએ શિયાળ તિયાં,
.                         કરવા શું કાયરું ના ધોખા !

હંસોનાં રાજ ગયા બગલાનાં કાજ થયા,
.                         અંદર મેલા ને બા’ર ચોખા !

માનવીના માલખામાં માયાની છાંટ નહીં ,
.                         માણસ કે જારનાં મલોખાં !

હૈયાની વાત રામ હોઠે લવાય ના,
.                         માટીના રંગ નિત નોખા !

– માધવપ્રિયસ્વામી

સર્વકાલીન સમાજને ચપોચપ બંધબેસતી વાત…

Comments (7)