સાંજના પડછાયા જેવી જિંદગીનું શું કરું ?
હું વધું આગળ જરા ત્યાં એ ખસે પાછળ જરા.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for બિપિન મેશિયા

બિપિન મેશિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ક્ષણો અનેરી - બિપિન મેશિયાક્ષણો અનેરી – બિપિન મેશિયા

વનવગડાની ક્ષણો ઘણેરી મેં તો મનભર માણી.

ગઠરીમાં સચવાઈ થોડી મારગમાં વેરાઈ,
ઘૂળઢગે ઢબૂરાઈ થોડી ફૂલ બની ફોરાઈ,
યુગયુગથી તરભેટે ઊભી
શાલભંજિકા જોડે થોડી હજુ નથી કરમાણી.

ઊખળી કો ફેલાઈ જેવી સમેટવા સંકેલી,
વંટોળિયે પલાણી જાણે અજાકજા બ્હેકેલી !
ઇયળે આંકી ઓકળિયુંમાં
ડાહીડમરી શાણી થઈ કો ઠામૂકી શરમાણી !

લાગી કો અણજાણી પ્હેરી રાનેરી સન્નાટો ?
ઝરડઝાંખરે થોભી વા કો સાંભળવા સુસવાટો ?
ઝાંઝરના ઝંકારે હેંડી
આખો પલ્લો વીંઝી હેંડી અણુ-અણુ પરમાણી.
વનવગડાની ક્ષણો અનેરી મેં તો મનભર માણી.

– બિપિન મેશિયા

વનવગડામાં ગાળેલી ક્ષણોનો ખજાનો કવિ તળપદી ભાષામાં આપણી સામે ખોલે છે. કેટલીક ક્ષણો યાદદાસ્તમાં સચવાઈ રહી છે, કેટલીક નહીં. કેટલીક મઘમઘી રહી છે પણ કરમાઈ એકે નથી. જો કે અણુ-અણુને પ્રમાણે એવા વનવગડા અને એવા પ્રમાણનાર પણ હવે ક્યાં બચ્યા જ છે?

Comments (1)