હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !

અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !
-ભગવતીકુમાર શર્મા

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૨ : અછાંદસ કાવ્ય

ફૂલનો વિશ્વાસ

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે સૂર્ય સાંખી લેશે મારું ઊગવું
શીશ હું ઉંચકીશ તો આકાશ
બેઅદબી કે ગુનો નહીં ગણે….

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે હું ઝૂલું તો ઝૂલવા દેશે પવન-
ડારા નહીં દ્યે,
બોજ મારી મ્હેકનો તો
સ્હેજ પણ એને નહીં લાગે.

ફૂલ કેવળ એ જ વિશ્વાસે ઊગે
કે પછી હું થાકું ને ટપ દઈને ખરું
તો ધૂળ
એની વ્હાલસોયી ગોદમાં
ક્યારે ય ખરવાની મનાઈ નહીં કરે….

– રમેશ પારેખ

શબ્દસપ્તકની બીજી કડીમાં આજે અછાંદસ કૃતિ આસ્વાદીએ. કવિતાનો એવો કોઈ પ્રકાર નથી જ્યાં ર.પા.એ પગ મૂક્યો હોય અને શબ્દોએ એનો ચરણાભિષેક ન કર્યો હોય. એક ગઝલમાં જાણે આ વાતથી વાકેફ હોય એમ એમણે કહ્યું છે:
‘ઉઠાવું પેન ત્યાં થાતાં પતંગિયાનાં શુકન,
ફૂલોનું નામ લખ્યું – ત્યાં જ અનુકૂળ પવન.’

7 Comments »

  1. Anonymous said,

    May 22, 2006 @ 11:53 PM

    Mitr Vivek,

    Ramesh Parekh nu aa kaavya maaru pan gamtu kaavya hatu ne raheshe… aabhaar ahi yaad karawa badal
    tari mitr Meena

  2. nirlep bhatt said,

    November 7, 2008 @ 4:20 PM

    gr8.gr8….a salute to R.P.

  3. kanchankumari parmar said,

    January 5, 2010 @ 3:38 AM

    દિધા તે પ્રભુ અમને રુ પ ર્ંગ ને સુગંધ ..હાર બનિ ને શોભુ તારા ગળે અને વિરમુ તુજ ચરણે…..

  4. Rina said,

    November 11, 2011 @ 6:06 AM

    awesome…

  5. tushar pandya said,

    November 22, 2012 @ 7:56 AM

    મે બહુજ પ્રયત્ન કર્યો પણ રમેશભૈ નુ એક કવ્ય્ત ન મલ્યુ તે જગન્નિયન્તા સામે નો અક્રોશ્ જે મને મોકલ્શો તો તો અપનો અભારિ રહિશ્.
    Actually I tried my level best to find the above mentioned poem of rameshji. In that poem the poet feels frustrated about God’s being OMNIPOTENT,OMNIPRESENT and OMNISCIENT.I will be most grateful ti Ur goodself if you can help me thanx.

  6. Suresh Shah said,

    October 8, 2015 @ 9:28 PM

    ક અને ફ નો ફરક જાળવશો, તો આનંદ થશે.

  7. shivani shah said,

    June 8, 2017 @ 2:41 PM

    કુદરતના વિવિધ તત્વોનુ એકબિજા સાથેનુ સુન્દર તાદાત્મ્ય દર્શાવતુ કાવ્ય !
    કોઇ વિખવાદ નથિ…માત્ર સુમેળનિ સુન્દરતા ૅ બધે !
    mind blowing poem!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment