મૂઠ્ઠીભર સુખ માંડ છૂપાવું,
ત્યાં દુનિયાની લાળ પડે છે.
નિનાદ અધ્યારુ

આ શ્હેર… – રમેશ પારેખ

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

– રમેશ પારેખ

12 Comments »

  1. Ankit said,

    March 1, 2006 @ 4:18 PM

    મને ગમયૂ આ કાવ્ય.

  2. Mohamedali Bhaidu"Wafa" said,

    March 2, 2006 @ 12:59 AM

    મનસૂબા
    મનસૂબા આ શહેર ઉથલાવી તો જૂએ.
    આ ચહેરા તણા રંગને બદલાવી તો જૂએ.

    આગાના દરિયાઓ ઉથેલાછે પાગલ હ્ર્દયમા
    હિમ્મત હોયતો આવે કોઇબૂઝાવી તો જુએ.

    માટી પગા છીએં કે ડરાવે સંકેતો,અફવાઓ,
    નક્શોતો શું એક રેખા પણ ઉડાવી તો જૂએ.

    આકાશના ઘર નીચે સ્વાસેછે લાખો લોક;
    સમુંદરની ભરતી આકાશને ડુબાવી તો જુએ.

    આંખો કદી સપન રાહથી ભાગતી નથી;
    પાપણ ખુલ્યા પછી એ સપન લાવી તો જુઓ.

    ખેડવાછે જંગલ રણો ,ઝાંઝવા, ધુમ્મસી દર્દ્
    રસ્તા ડરના,સંદેહના પગલાં ભટકાવી તો જુએ.

    ટાવર રસ્તા પ્રણહીન ધબકાર તારા અસ્તિત્વથી
    હામ હો તારા જિગરમા તને અટકાવી તો જુએ.

    “વફા” આહની ઈરાદાથી નીકળ્યાછે અમે તો;
    કફન માથા ઉપર બાંધેલછે કોઇ બીવડાવી તો જુએ.
    મોહમ્મદ અલી ભૈડુ”વફા’ ૧માર્ચ્૨૦૦૬

  3. Anonymous said,

    March 2, 2006 @ 6:36 PM

    One of my favorite kavya!

  4. Anonymous said,

    March 2, 2006 @ 7:14 PM

    I also like the “tyare salu laagi aave” a very touching song (it has been sung by Shyamal-Saumil and also Soli kapadia) I would like to see it on the blog!:)

    Good luck with finding it……

    Thanks

  5. Suresh Jani said,

    July 7, 2006 @ 2:15 PM

    સોલી કાપડીયાના કંઠે ગવાયેલ આ ગીત સાંભળવું તે પણ એક લ્હાવો છે.

  6. લયસ્તરો » મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટ said,

    July 12, 2006 @ 4:44 AM

    […] રમેશ પારેખની લયસ્તરો પર અગાઉ પ્રકાશિત એક ગઝલના બે શેર અહીં રજૂ કરી ત્રાસવાદના આકસ્મિક શિકાર બનેલા એ નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ…. […]

  7. કહેવાય નહીં « સહિયારું સર્જન said,

    November 5, 2006 @ 9:06 AM

    […] આખી ગઝલ વાંચો […]

  8. Jayshree said,

    January 2, 2007 @ 4:57 PM

    આ ગીત સાંભળો ટહુકો.કોમ પર ઃ
    http://tahuko.com/?p=558

  9. dilip said,

    March 10, 2007 @ 7:28 AM

    મને આ ખુબજ ગમ્યુ.

  10. chandresh mehta said,

    August 17, 2010 @ 11:53 AM

    thats why he is unique. great! i

  11. pranavkumar said,

    March 1, 2011 @ 3:47 AM

    વાહ
    મને લાગે કે આ કાવ્ય અમદાવાદ ને જોઇ લખ્યુ હશે કેમ?

  12. આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે… – રમેશ પારેખ | ટહુકો.કોમ said,

    February 12, 2014 @ 5:13 PM

    […] ( આભાર : લયસ્તરો ) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment